ચૂંટણી પંચ દ્વારા અપક્ષ ઉમેદવારો માટે ૧૯૭ ચિહ્નો કરાયા જાહેર

0
52

ખાટલો, વેલણ-પાટલો, કપ-રકાબી, સીસીટીવી કેમેરા, ચાની કીટલી સહિતના ચિહ્નો મતદારોમાં સર્જશે કુતુહલ

ભુજ : ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હવે અપક્ષ ઉમેદવારો માટે ૧૯૭ જેટલા ચૂંટણી ચિહ્નો જાહેર કરવામાં આવ્યા છે. આ ચિહ્નોમાં ઘણા ચિહ્નો તો કુતુહલ સર્જાવે તેવા પણ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાનું ૧ ડિસેમ્બર અને બીજા તબક્કાનું પ ડિસેમ્બરે મતદાન હાથ ધરાયા બાદ ૮ મી ડિસેમ્બર પરિણામની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પોતાના નિશાન પર ચૂંટણી લડશે જ્યારે જુદી જુદી બેઠકો પર અપક્ષો પણ ચૂંટણી લડવાના હોઈ આવા ઉમેદવારો માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ ચિહ્નો જાહેર કરાયા છે. જેમાં એસી, કબાટ, સફરજન, રીક્ષા, બેબે વોકર, ફુગ્ગો, બંગડી, ફળની ટોકરી, બેટ, બેટસમેન, ટોચ, મોતીનો હાર, પટ્ટો, બેન્ચ, સાયકલ પંપ, દુરબીન, બીસ્કીટ, બ્લેક બોર્ડ, નાવીક સાથેની બોટ, બોકસ, ડબલ રોટી, બ્રેડ ટોસ્ટર, ઈંટ, બ્રીફકેસ, બસ, ડોલ, કેક, કેલ્કયુલેટર, કેમેરા, કેન, શીમલા મીર્ચ, કાર્પેટ, કેરમ બોર્ડ, કોબીન, સીસીટીવી કેમેરા, જંજીર, ચક્કી, વેલણ પાટલો, ચપ્પલ, ચેસ બોર્ડ, ચીમની, ચીપટી, કોટ, નાળીયેરી, કલર ટ્રે, કમ્પ્યુટર, કમ્પ્યુટર માઉસ, ખાટલો, કેન, ઘન, કપ-રકાબી, કર્ટીંગ પ્લાયર, હીરા, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, ડોર બેલ, દરવાજાનું હેન્ડલ, ડ્રીલ મીશન, ડમ્બેલ્સ, કાનના બુટીયા, વીજળીનો થાંભલો, લીફાફો, એકસ્ટેન્શન બોર્ડ, વાંસળી, ફુટબોલ, ફુટબોલ ખેલાડી, ફુવારો, ફ્રોક, ક્રાઈંગ પેન, કીપ, કીશાન, ગેસ સીલીન્ડર, ગેસ ચુલો, ગીફટ, આદુ, કાચનો ગ્લાસ, ગ્રામોફોન, દ્રાક્ષ, લીલુ મરચુ, હાથગાડી, હાર્મોનીયમ, ટોપી, હેડફોન, હેલીકોપ્ટર, હેલ્મેટ, હોકી, રેતધડી, આઈસ્ક્રીમ કપ, ગીઝર, ઈસ્ત્રી, ચાની કેટલી, ગેડી, ભીંડો, પર્સ, સ્ટોપર, લુડો, મગફળી, રોડ રોલર, શુઝ, ચોકલેટ સહિતના ચિહ્નો જાહેર કરવામાં આવ્યા છે. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિએ આ પૈકીનું કોઈ એક ચિહ્ન પસંદ કરવાનું રહે છે. આ ચિહ્નની પસંદગી માટે તેઓ ચૂંટણી સમક્ષ ભલામણ કરે છે. બાદમાં ચૂંટણી તંત્ર આ ચિહ્ન બીજા કોઈ હરીફ ઉમેદવારને સોંપવામાં આવ્યું નથી તેની ખરાઈ કર્યા બાદ અપક્ષ ઉમેદવારને ચૂંટણી ચિહ્ન સોંપવાની કામગીરી કરે છે. બાદમાં આ ચિહ્નના આધારે અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે.