મિશન ર૦રર : વાગડમાં કેસરીયા બ્રિગેડમાં ટિકિટના મજબુત- પ્રબળ દાવેદાર એટલે અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા….!

0
53

કચ્છમાંથી વાગડ માટે પાટીદાર ચહેરા તરીકે અંબાવીભાઈ ધરમશીભાઈ વાવિયા ઉર્ફે લેઉવા પટેલનું સર્વ
સ્વીકૃત નામ છે મોખરે : શહેર સંગઠન, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત વિસ્તાર સુધીમાં અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયાનું પક્ષને માટેનું યોગદાન તન-મન અને ધનથી રહ્યું છે સદાય ચાવીરૂપ

મુંબઈના ઉદ્યોગપતિ હોવાથી મુંબઈઘરા વાગડવાસીઓમાં પણ મનગમતું નામ છે અંબાવી ધરમશીભાઈ વાવીયાનુંઃ સ્થાનિકે ન માત્ર પાટીદાર બલ્કે કોઈ પણ સમાજનો વ્યકિત અંબાવીભાઈ પાસે જાય, તો ખાલી હાથ તો કદાપિ પાછો ન આવે : અંબાવીભાઈને સાથે રાખ્યા વિના અહી કોઈ પણ ઉમેદવાર વિજયપતાકા ન લહેરાવી શકે તે વાત પણ નિશ્ચિંત છે, દરેક ઉમેદવારની સાથે ખડેપગે સદાય રહયા છે અંબાવીભાઈ અને તે ઉમેદવારના વિજયમાં ભજવી છે ચાવીરૂપ ભૂમીકા : રાજકોટ ખોડલધામના ટ્રસ્ટી પદે પણ અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા બજાવી રહ્યા છે યશશ્વી સેવા

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા ગાજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે એકશન મોડમાં જોવાઈ રહી છે તેના પગલે અન્ય પક્ષો અને રાજકીય આગેવાનો પણ ખુદના ઘોડાઓ દોડાવવાનુ શરૂ કરી દીધું છે. તેવામાં કચ્છના પ્રવેશદ્વાર વાગડ વિસ્તારમાં પણ રાજકીય ચર્ચાઓ અને અટકળો તેજ બની જવા પામી ગઈ છે. વાગડ બેઠક પર હાલમાં કોંગ્રેસના સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ધારાસભ્ય તરીકે કાર્યરત છે. તેઓની સામે ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતા ગત ચૂંટણીમાં હાર્યા હતા. ભાજપને હવે જો કચ્છની છએ છ બેઠકો પર ભગવો લહેરાવો હોય તો વાગડમાં પાટીદાર વર્ચસ્વની અનદેખી ન થાય તેના પર ધ્યાન આપવું જ પડશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.હાલમાં કચ્છમાં વાગડની રાપર વિધાનસભાની બેઠકો એવી છે કે જયાં પાટીદાર મતો પ્રભુત્વ ધરાવી રહ્યા છે. આવામાં વાગડમાં પાટીદાર ઉમેદવારને ઉતારવા પર પસંદગી કરવી વધારે ઉચિત બની રહે તેમ જાણકારો માની રહ્યા છે. રાપર વિધાનસભા વીસ્તારમાં મતદારોની અંદાજીત વાત કરીએ તો અહી સવાથી દોઢ લાખની વસ્તીમાં ૩૦થી ૩પ હજાર જેટલા મતો પાટીદાર સમુદાયના રહેલા છે. અને આ મતો કમીટેડ છે તે મોટી વાત છે. એટલે કે, આ મતો જે તરફ ઢળે ૯પ ટકા તે બાજુ જ આખોય સમુદાય મતદાન કરતો હોય છે અને તે ઉમેદવાર વિજયી થવા પામતો હોય છે. આવામાં એક વાત નકકી છે કે, હવે વાગડમાં ભાજપનેપાટીદાર મતદારોને નજરઅંદાજ કરવા પાલવી શકે તેમ નથી અને તેથી વાગડમાં પાટીદાર ઉમેદવારને જ ટિકિટ આપવાની વિચારણાઓ કરવી ઘટે. તેવામાં પાટીદાર ચહેરા તરીકે ન માત્ર હાલમાં પરંતુ લાંબા સમયથી સક્રીય, નિર્વિવાદીત, પક્ષની સાથે સદાય જોડાયેલા, ન માત્ર પાટીદાર બલ્કે સર્વસમાજમાં લોકપ્રિય, સ્વીકાર્ય એવા ચહેરા તરીકે જો કોઈ નામ આવતુ હોય તો તે સૌના મુખે અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા ઉર્ફે લેઉવા પટેલનુ નામ જ આવી રહ્યુ છે. નોધનીય છે કે, તેઓ શહેર સંગઠન, નગરપાલીકા, તાલુકા અને જિલ્લા પંચાયત સહિતના ક્ષેત્રોમાં પક્ષને માટે તન-મન અને ધનથી કામ કરતા રહ્યા છે.અંબાવીભાઈનુ નામ ભાગ્યે જ કોઈ એવો હશે કે જેણે સાંભળ્યુ ન હોય.! તેઓ સાચા સેવાભાવી તરીકે પણ આખાય વિસ્તારમાં પ્રસ્થાપિત થયેલા છે. ન માત્ર પાટીદાર બલ્કે તેઓની પાસે કોઈ પણ સમાજનો વ્યકિત મદદ માટે જાય કદાપિ ખાલી હાથે પાછો ફરતો જ નથી. યથાશકિત સૌને કાળી રાત્રે અંબાવીભાઈ મદદ કરવા સદાય તત્પર જ રહેતા હોય છે. તેઓની કર્મભુમિ મુંબઈ રહી હોવાથી વાગડવાસી મુંબઈઘરાઓમાં પણ તેઓનું અદકેરૂં સ્થાન રહેલું છે. અનેકવીધ અલગ અલગ સંસ્થાઓમાં પણ અંબાવીભાઈ સક્રીય હોવાથી પ્રજાજનોનો વિશાળ વર્ગ તેઓને ખરા હદયથી સ્વીકૃત કરી રહ્યો છે. આવી સ્થિતીને જોતા વાગડમાં ટિકિટના પ્રબળ અને મજબુત દાવેદાર એવા અંબાવીભાઈ ધરમશીભાઈ વાવીયા ઉર્ફે લેઉવા પટેલ જેવા સર્વલોકપ્રીય આગેવાનને આગળ કરવાનુ ભાજપ વિચારે તો ગત ટર્મની ખરાબ રીતે હારેલી બેઠક રાપરમાં ભાજપ ઐતિહાસીક બહુમતીથી જીતી શકે તેવા એંધાણ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે.