કચ્છના ખેલાડીઓના હિતાર્થે કેડીબીએનું યોગદાન સરાહનીય

0
29

ગાંધીધામ ખાતે આયોજીત રાજ્ય કક્ષાની બેડમિટન સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કૃત કરતા ‘ભાનુરત્ન ગંગારામભાઈ ભાનુશાલીએ વ્યક્ત કરી ભાવના : આજે ૧૦ ટાઈટલ કબ્જે કરવા જામશે ફાઈનલ મુકાબલો

ગાંધીધામ : માનવ ઘડતરમાં ખેલકૂદ મહત્વનો ભાગ ભજવે છે. રમતગમતથી જીવનમાં ખેલદિલી જેવા ગુણો કેળવાય છે. વર્તમાન સમયમાં ખેલકૂદનું મહત્વ વધી રહ્યું છે. ખેલાડીઓ રમતગમતના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કરી રહ્યા છે, ત્યારે કચ્છ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા રમત ગમત ક્ષેત્રે અપાઈ રહેલું યોગદાન કચ્છના ખેલાડીઓ માટે બહુમુલ્ય બની રહેશે તેવી ભાવના સ્પર્ધાના વિજેતા ખેલીાડીઓને પુરસ્કૃત કરતાં અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલીએ વ્યક્ત કરી હતી.ગાંધીધામ ખાતે આયોજીત રાજ્યકક્ષાની યોનેક્ષ સનરાઈઝ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ – ર૦રર પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. ગઈકાલે રમાયેલી ૪પ મેચોના રસાકસી બાદ વિજેતા ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અન્ડર-૧પ બોયઝમાં રાજ્યના બીજા ક્રમાંકીત રિત્વીક કાનાબાર (રાજકોટ)ને પરીન ઠક્કર (બરોડા)એ ર૧-૧૬ અને ર૧-૯થી બે સીધા સેટમાં પરાસ્ત કરી અપસેટ સર્જ્યો હતો. રાજ્યના ચોથા ક્રમાંતિકત વેદાંત બંગાલે (અમદાવાદ)ને જીઓન જુડીયલ રોડ્રિક્સે ર૧-૧૪ અને રર-ર૦થી પરાજીત કર્યો હતો. અન્ડર -૧૭ ડબલ્સમાં દ્રવ્ય ચોક્સી અને સોહિન અબ્બાસીની જોડીએ કચ્છના અર્પિત નંદા અને વિશ્વરાજસિંહ ઝાલાને ત્રણ સેટમાં ર૧-૧૮, રર-ર૪ અને ર૧-૧૭થી હાર આપી હતી. અન્ડર -૧૭ ગર્લ્સ ડબલ્સમાં અનેરી કોટક અને વૃંદા શિદેએ પ્રિયાશી રાઠોડ અને તનિષ્કા નાયરને હાર આપી હતી. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના મંત્રી મયૂર પરીખ, ‘ભાનુરત્ન’ ગંગારામભાઈ ભાનુશાલી, કાર્ગો મોટર્સના વિમલ ગુજરાલ (ચીફ પેટર્ન જીબીએ), સુરેશ તિવારી (સિનિયર કેડીબીએ), કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટના મોહિન્દરસિંગ (સિનિયર કેડીબીએ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહાનુભાવોનું કેડીબીએના ડો. હેમાંગ પટેલ, ડેનૂ કપાનિયા, ગોપાલ ગર્ગ, હરપ્રિતસિંઘ ધનોતા અને દિપક જોશીએ બહુમાન કર્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આજની ડબલ્સ મેચના વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. આજે ચીફ રેફરી નિકુંજ પરમારના માર્ગદર્શન હેઠળ ૧૦ ઈવેન્ટમાં ફાઈનલ મુકાબલા રમાશે. તેવું કેડીબીએના મીડિયા ઈન્ચાર્જ અશોકભાઈ મિતલની યાદીમાં જણાવાયું હતું.