કોંગ્રેસના આગેવાનની ઈન્ટૂકના જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરાઈ

0
44

image description

ભુજ : અખિલ ભારતીય મજદુર કોંગ્રેસ આઈએનટીયુસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામીનાથ જયસ્વાલની સૂચનાથી ભારતીય રાષ્ટ્રીય મઝદૂર કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ પરમાર દ્વારા મઝદુરો માટે સતત લડત ચલાવી રહેલ. ભચુભાઈ પીંગોલને ઈન્ટૂકના કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.
શ્રી પીંગોલ અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનીક ટ્રસ્ટ લુણીમાં સંગઠન મંત્રી, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના જિલ્લા ઉપપ્રમુખ, માતઈ દેવ સેવા ટ્રસ્ટ-અંજારના ઉપપ્રમુખ, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ તેમજ ત્રેંજાર યાત્રાધામના પૂર્વ મહામંત્રી, કિડાણા મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખપદે પણ સક્રિય રહી સતત પ્રજાની વચ્ચે રહી પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓની નિમણૂંકને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રીઓ વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશ ડાંગર, ભરત સોલંકી, ચેતન જાેષી, ધીરજ રૂપાણી, ચંદુભા જાડેજા, કિશોર પીંગોલ વગેરેએ આવકારી હતી. તેવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવ્યું હતું.