હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના નજીકના ભવિષ્યમાં થશે સાકાર : જગદ્દગુરૂ શંકરાચાર્ય

0
44

ગાંધીધામ ખાતે પુરીપીઠાધીશ્વર નિશ્ચલાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં વિરાટ હિન્દુ ધર્મસભા યોજાઈ

ગાંધીધામ : સમગ્ર વિશ્વના ર૦૪ દેશોમાં હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે. જે પૈકી ૧પ દેશો હિન્દુ રાષ્ટ્ર બને તેવી સંભાવના છે. તો ભારત પણ નજીકના જ ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર થશે તેવું ગાંધીધામના અંબે માતા મંદિરના પટાંગણમાં આયોજીત હિન્દુ ધર્મસભામાં પુરી પીઠાધીશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય નિશ્ચલાનંદજી સરસ્વતીએ જણાવ્યું હતું કે, વિરાટ હિન્દુ ધર્મસભામાં ઉપસ્થિતો દ્વારા પુછવામાં આવેલા સામાજિક, આધ્યાત્મિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના જવાબો આપતાં કહ્યું હતું કે, વર્તમાન સમયે આહાર અને વિહારમાં જે વિકૃતિ જાેવા મળે છે તેનું મૂળ કારણ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ જ છે. પૌરાણિક ૪ વેદ અને રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ જેવા ધર્મગ્રંથો આજે વિશ્વનું માર્ગદર્શન કરી રહ્યા છે. સનાતન ધર્મ એ સૌથી જુનો ધર્મ છે. સનાતન હિન્દુ ધર્મમાં સંપ્રદાયના નામે જુદા જુદા ભાગલા અનુચિત હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના અધ્યક્ષા ઈશિતા ટેલવાણી, શંકરાચાર્ય સ્વામી સમિતિના સુરેશ ગુપ્તા, પંચમુખી હનુમાન મંદિરના પ્રકાશજી મહારાજ, આશિષ જાેષી, રાજભા ગઢવી, બાબુભાઈ પટેલ, મોહનભાઈ ધારશી, સંજયભાઈ ગર્ગ, દિનેશ ગુપ્તા, રાજુભાઈ બંસલ, સંજય સિંધલ, મોહિન્દર જુણેજાે, બળવંત ઠક્કર, અજીત માનસતા, રમેશ ગુપ્તા, શ્યામ કનોડિયા, ભગવાનદાસ ગુપ્તા, કે.એમ. ઠક્કર, જગદીશ પંંડ્યા, જયેશ પંડ્યા, રેવાભાઈ કલવાણી, શંકરભાઈ મૂળજી, નરેશ ગોયલ, કિશોર મકવાણા, હરેશ ચોથાણી, મહેશ પોદાર, સતીષ બનીજ વગેરે ઉપરાંત સામાજિક, રાજકીય ક્ષેત્રના આગેવાનો, ઉધોગપતિઓ, ધર્મપ્રેમીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.