કોટડા-ચકાર ગામનો પુલને બંધ કરાવ્યા બાદ રાત્રે અચાનક ખુલ્યો

0
34

ભુજ : કોટડા – ચકાર ગામે થોડા સમય પહેલા કચ્છ કલેકટર જાહેરનામું બહાર પાડ્યા બાદ મામલતદાર, પીએસઆઈ તેમજ રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારી સહિતના હાજરીમાં આ પુલને બંધ કરવામાં આવ્યો હતો, પણ થોડા દિવસ પહેલા બંધ રહ્યો પણ રાત્રે અચાનક આ પુલ લાગેલા બોર્ડને તોડીને ખોલવામાં આવતા શંકાના દાયરામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ પુલને જાહેરનામા બાદ બંધ કર્યા પછી આ પુલને ખોલવામાં આવતા વિવાદ સર્જાયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પુલને કોણે ખોલ્યો છે અને તેમના પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આ વિસ્તારના લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. પણ હવે આરએનબીના અધિકારી તેમજ મામલતદાર દ્વારા આ પછી શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારા દિવસોમાં જોવા મળશે.