મીઠીરોહરમાં સારવાર કરતા બંગાળના બોગસ તબીબની પોલીસે દવા કરી

0
37

  • ઊંટવૈધની ઓરડીમાંથી પાંચ હજારની દવાઓ કબજે કરાઈ

ગાંધીધામ : હાલમાં દિવાળી પછી ઠેર-ઠેર રોગચાળો પ્રસરી રહ્યો છે ખાસ કરીને શરદી, ખાસી, ઉધરસ અને તાવની બિમારીમાં ઉછાળો આવ્યો છે. તેમજ શ્રમીક અને મજદૂર વસાહતમાં મેલેરિયા અને તાવના વધુ કેસો જોવા મળી રહી છે. આ વચ્ચે ઊંટવૈધોને તડાકો બોલી ગયો છે. જોકે, આવા બોગસ તબીબો દ્વારા અપાતી સારવાર જોખમી સાબિત થઈ શકે તેમ છે. ખરેખર બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાની હોય, પણ આ વિભાગ સુસુપ્ત અવસ્થામાં હોઈ અવાર-નવાર પોલીસ દ્વારા દરોડા પાડીને બોગસ ડોક્ટરોને પકડી લેવામાં આવે છે. તાજેતરમાં જ એસઓજીએ કાર્યવાહી કરી હતી. જે બાદ એ-ડિવિઝન પોલીસે મીઠીરોરમાં ફરી દરોડો પાડીને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.એ-ડિવિઝન પોલીસે જણાાવ્યું કે, મીઠીરોહરમાં લક્ષ્મણ ટિમ્બર્સની બાજુમાં આવેલી ઓરડીમાં દવાખાનાનું બોર્ડ મારેલું હતું. જ્યાં રેડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, મુળ પશ્ચિમ બંગાળના ગોપાલનગરનો અને હાલે શાંતિધામ વરસામેડીમાં રહેતો બીલ્ટુ ચીત્તરંજન સમાજપતી નામનો ઊંટવૈધ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પોતાને ડોક્ટર તરીખે જાહેર કરી ઓરડીમાં દવાખાનું ખોલ્યું હતું અને લોકોની સારવાર કરતો હતો. આ સ્થળેથી મેડીકલ પ્રેેક્ટિસને લગતી દવાઓ અને સામાન મળી કુલ રૂા.૪,૧પપ અને પ૦૦ રોકડા અને પ૦૦નો મોબાઈલ મળી કુલ રૂા.પ,૧પપનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.