આડેસર દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી દબોચાયો

0
35

ગાંધીધામ : પુર્વ કચ્છ એલસીબીની ટુકડીએ આડેસર પોલીસ મથકે નોંધાયેલા દારુના ગણનપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીની અટકાય કરી આડેસર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ યોગેશ કેશુભાઈ મકવાણા (રહે. પ્રાગપર, રાપર)વાળો આડેસર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબીશનના ગણનપાત્ર કેસમાં નાસતો ફરતો હતો જે ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ એલસીબીએ દબોચી લીધો હતો.