રાપરના ઉમૈયા નજીક પૂર્વ કચ્છ એલસીબીની તવાઈ : ખાતરની આડમાં દારૂના કાંડનો પર્દાફાશ

0
111

  • કચ્છ બેાર્ડર રેન્જી આઈજી-પૂર્વ કચ્છએસપીશ્રીની ટીમનો સપાટો

રાપર તાલુકા ના ઉમૈયા નજીક ફિલ્મીઢબે વિદેશી દારુ ઝડપતી એલસીબી : આરોપી પોલીસ ને જોઈ નાશી ગયો : પ૦ લાખના દારૂ સાથે ૭૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયો : દારૂ મંગાવનાર કોણ, તે સહિતની તપાસ બની તેજ

ગાંધીધામ : આગામી દિવસોમાં યોજાનારી રાજય ની વિધાનસભાની ચૂંટણીનેે અનુલક્ષીને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને કચ્છમાં આગામી શિયાળામાં યોજાનારી ચૂંટણી મા ગરમી ઉડાડવા માટે દારૂ ની રેલમછેલ ન થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ હરકત મા આવી ગઈ છે. ત્યારે પૂર્વ કચ્છ એલસીબી ને મળેલી બાતમીના આધારે રાપર તાલુકા ના ઉમૈયા પ્રાગપર રોડ પર થી ફિલ્મી ઢબે પીછો મહારાષ્ટ્ર પારસીંગ ટ્રક નં. એમ એચ ૫૦ એન ૩૪૪૫ કે જેમાં ખેતીવાડી માટે ઉપયોગ મા લેવાતા માટી વારા ખાતર ની આડ મા જુદી જુદી જાત ના ભારતીય બનાવટનો વિદેશી દારૃ નો જથ્થો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડયો હતો પોલીસ ના વાહનો જોઇ ટ્રક ચાલક નાસી ગયો હતો. ખાતર ની બોરીઓ નીચે છુપાવવા મા આવેલ મેકડોલસ પેટી ૧૪૭..બોટલ ૧૭૬૪ કિમત ૬.૬૧.૫૦૦,બ્લ્યૂ આઇસ
પેટી ૧૨૪બોટલ ૧૪૮૮ કિંમત ૫.૨૦.૮૦૦,ઓરેન્જ વોડકાપેટી ૩૧૩બોટલ ૧૫૦૨૪ કિંમત ૧૫.૦૨૪૦૦,રોયલ બ્લુ પેટી ૩૦૦ બોટલ ૧૪૪૦૦ કિંમત ૧૪.૪૦.૦૦૦,મેકડોલસ ક્વાર્ટરપેટી ૪૯ બોટલ ૨૩૫૨ કિંમત ૨.૩૫ ૨૦૦,કિંગફિશર
પેટી ૨૯૦ બોટલ ૬૯૦૦૦ કિંમત ૬.૯૬૦૦/= મળી ને કુલ વિદેશી દારૂ ની કિમંત રુ. ૫૦.૫૫ ૧૦૦/= ટ્રક ની કિમંત રુ ૨૦ લાખ મળી કુલ રૃપિયા ૭૦.૫૫.૧૦૦ નો કબજે કર્યો છે. રાપર પોલીસ મથકે દારૂ અંગે ગુનો દાખલ કરી આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે બાબતે એલસીબી એ તપાસ હાથ ધરી છે આ કામગીરી મા એલસીબી પીઆઇ એમ એમ જાડેજા,પીએસઆઇ એસ એસ વરુ, પીએસઆઇ વી. આર.પટેલ, હેડ કોન્સ્ટેબલ.ખીમજીભાઈ ઢીલા, વિનોદ
પ્રજાપતિ, તાલીબ મલાવત, મહેન્દ્રસિંહ સોલંકી, રાજેશ પરમાર, ચંદ્રશેખર દવે, અંકિત ચૌધરી, રાજદિપસિંહ જાડેજા, લખમણ આહિર વિગેરે જોડાયા હતા.