૧૦મી જૂન સુધી પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક : પ્રીતિ શર્મા

0
45

પીજીવીસીએલ તંત્રએ ભુજ સર્કલના ૩૦૦ ફીડરનું કામ પૂર્ણ કર્યું : ચોમાસા પૂર્વે તમામ રીડરોને બુટ કવર કરવા હાથ ધરાઈ છે કવાયત

ભુજ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સુન મેન્ટેનન્સની કામગીરી જાેશભેર આગળ ધપી રહી છે. ચોમાસાના પ્રારંભ પૂર્વે તમામ રીડરોમાં મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક રખાયું છે.
આ અંગે કચ્છ ઉદયને વિગતો આપતા પીજીવીસીએલના જાેઈન્ટ એમડી પ્રીતિ શર્માએ જણાવ્યું હતંું કે, અત્યાર સુધી ભુજ સર્કલમાં ૩૦૦ ફીડરનું મેન્ટેનન્સ પૂર્ણ થયું છે, જેમાં જમ્પર બદલવા, ટ્રી કટીંગ સહિતની કામગીરીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ભેજના કારણે ટ્રાન્સફોર્મર ફેલિયરને અટકાવવા વીજ તંત્રએ ખાસ કવર લગાડવાનું આયોજન કર્યું છે. બુટ કવરથી હવામાંના ભેજના કારણે ટ્રાન્સફોર્મર ઠપ્પ થઈ જવાના કિસ્સાઓ અટકી શકશે. ટ્રાન્સફોર્મરને સ્પેશિયલ કવર કરવાની કામગીરી જાેશભેર ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૧૦મી જૂન પહેલા જ બાકી રહેતા રપ૦ જેટલા ફીડરનું મેન્ટેનન્સ પૂર્ણ કરી લેવાશે. ઈન્ડસ્ટ્રીયલ અને અર્બન સહિત તમામ ફિડરોના સમારકામની કામગીરી ચાલી રહી છે તેવું વધુમાં ઉમેર્યું હતું.