ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ભુજ કન્યા વિદ્યામંદિર દ્વારા બેન્ડનું સુપર પરફોર્મન્સ

0
62

ભુજ : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામાં પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની તેમજ અન્યના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેન્ડનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનું બેન્ડ પરફોર્મન્સ જાેઈ મોદીજી તેમજ મહાનુભાવોની પ્રસંશા મેળવવામાં આ વિદ્યાર્થિનીઓ યશભાગી બની હતી. મોદીજીએ વિદ્યાર્થિનીઓનું પરફોર્મન્સ જાેઈ ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની ખાસ નોંધ લીધી હતી. આ કાર્યક્રમ બાદ એકતા પરેડમાં ભાગ લેવા બદલ ડીઆઈજી શ્રી પિયુષભાઈ પટેલ તરફથી આ વિદ્યાર્થીઓનું પ્રશંસનીય સ્મૃતિપ્રતીક સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેન્ડ એસકોટ તરીકે પૂજાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા પરિવાર, ટ્રસ્ટીઓ, પ્રમુખ રામજીભાઈ વેકરીયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરીયા અને આચાર્યા દક્ષાબેન પિંડોરિયાંએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પાઇપબેન્ડનું પરફોર્મન્સ ભુજ મંદિર દ્વારા નરનારાયણદેવ દ્વિશતાબ્દી આયોજન થશે એ મહોત્સવની શોભાયાત્રામાં વિશેષ શોભા વધારવા પાઇપ બેન્ડ રજુ કરવામાં આવશે.