ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ભુજ કન્યા વિદ્યામંદિર દ્વારા બેન્ડનું સુપર પરફોર્મન્સ

0
39

ભુજમાં આવેલ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની છાત્રાઓ ગુજરાત લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે એકતા પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્યના મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનું બેન્ડ પરફોર્મન્સ જોઈને વડાપ્રધાન તેમજ મહાનુભાવોની પ્રસંશા મેળવવામાં આ વિદ્યાર્થીનીઓ યશભાગી બની હતી. પીએમ મોદીએ વિદ્યાર્થિનીઓનું પરફોર્મન્સ જોઈ  ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની ખાસ નોંધ લીધી હતી. કાર્યક્રમ બાદ એકતા પરેડમાં ભાગ લેવા બદલ પ્રશંસનીય સ્મૃતિપ્રતીક  સાથે ડીઆઈજી પિયુષ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે બેન્ડ એસકોટ તરીકે પૂજાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીનીઓને સંસ્થા પરિવાર, ટ્રસ્ટીઓ, પ્રમુખ રામજીભાઈ વેકરીયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરીયા, આચાર્યા દક્ષાબેન પિંડોરિયાં તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આવનારા સમયમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીઓને પાઇપ બેન્ડ અંગેની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી નેશનલ લેવલ પર ટોપ બેન્ડની સિદ્ધિ પ્રાપ્ત કરે. અંગે આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.  પાઇપ બેન્ડનું પરફોર્મન્સ ભુજ મંદિર દ્વારા નરનારાયણદેવ દ્વિશતાબ્દી આયોજન થશે. અને મહોત્સવની શોભાયાત્રામાં વિશેષ શોભા વધારવા પાઇપ બેન્ડ રજુ કરવામાં આવશે.