મજબુત-સક્ષમ દાવેદારોએ દેવાલયો-મંદીરોની પકડી વાટ..! :: કચ્છ ભાજપમાંથી કયા છની લાગશે લોટરી ? જિલ્લામાં ચર્ચા-અફવાઓના ખુલતાં પડીકા

0
78

રીપીટ-નો-રીપીટ થીયરીને લઈને મંડાતા ગણિતો :  મોદી-શાહ જ કરશે નકકી, આરએસએસ ફેકટર કરશે કામ, વિનિંગ કાર્ડ જ આ વખતે રહેશે ટિકિટ પસંદગીમાં કેન્દ્રમાં, ભાજપ કોઈ જ રિસ્ક નહી લે, પીઢ નેતાઓને કાપવા બની શકે છે જાેખમ..સહિતના મુદાઓને લોકમુખે ઠેર-ઠેર ચર્ચાતા હોવાનો વર્તારો

કચ્છમાં મહીલાને ટિકિટ કયાંથી અપાશે? ભુજ-ગાંધીધામ-કે માંડવી-મુંદરા? પાટીદાર કઈ બેઠક પર કરી જશે જાેર, રાપર કે ભુજ? સમાજની સમતેાલ જાળવણી કઈ રીતે થશે? એક જ જ્ઞાતિમાંથી બે ઉમેદવારોની ફાળવણી કરાશે કે કેમ?સહિતના મુદાઓને લઈને ફાઈનલ નામોને લઈને ઠેર-ઠેર જામી છે ચર્ચા

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીનો એલાને એ જંગ છેડાઈ ગયો છે. રાજકીય પક્ષો યુદ્ધના ધોરણે એકશનમાં આવી ગયા છે. ત્યારે હવે સૌના મીટ સત્તાપક્ષ ભાજપમાંથી ટિકિટ કોને મળે છે તે તરફ મંડાયેલા છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા આટોપી લીધા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પણ સંપન્ન થવા પામી ગઈ છે અને હવે દડો દીલ્હી દરબારમાં જઈ પહોચ્યો છે અને ઉમેદવારોની જાહેરાતને લઈને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી ૧૦થી ૧રમી સુધીમાં ભાજપ પણ ખુદના ઉમેદવારોની યાદી જાહેર કરી દે તેવી સંભાવનાઓ વચ્ચે જ હાલમાં કચ્છ જિલ્લાના આંતરીક રાજકીય બેડામા પણ ભારે ચર્ચાઓનો દોર અને પડીકાઓ રોજ સવાર પડેને જાત ભાતના ખુલવા પામી રહ્યા છે.

આમ તો કચ્છ ભાજપનો ગઢ જ રહ્યો છે પરંતુ આ વખતે ભાજપની સામે કેટલાક પડકારો ઉભા હોવાનું ચિત્ર રાજકીય તજજ્ઞો પણ જાેઈ રહ્યા હોવાથી ભાજપ હવે ખુદ છાશ ફુંકી ફુંકીને પીવાની સ્થીતીમાં હોય તેમ ઉમેદવારોને લઈને પ્રક્રીયાઓ ચાલી રહી છે. કચ્છ સહિત રાજયની  પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં કોને ટીકીટ મળે છે તે કોની બાદબાકી થાય છે તેના તરફ ચર્ચાનો દોર ચાલ્યો છે. દરરોજ સવાર પડે જાત-જાતની વાતો આવી રહી છે. રાજકારણમાં સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કંઇ જ નક્કી હોતું નથી. કચ્છમાં જે અટકળો અને ચર્ચાઓ થાય છે તેમાં પ્રદેશ કક્ષાએથી મહત્વપૂર્ણ એકાદ નામની જ પેનલ રાષ્ટ્રીય સ્તરે મોકલી દીધી હોવાનુ મનાય છે.

દરમ્યાન જ કચ્છની વાત કરીએ તો જેઓ ખુદને મજબુત-સક્ષમ અને ટિકિટ કન્ફર્મ જ હોવાનુ માની રહ્યા છે તેવા દાવેદારોએ તો ઠેર ઠેર દેવાલયો, મંદીરો, સંતોના ચરણોને વંદન કરવાની વાટ પકડી લીધી છે તો વળી બીજીતરફ પ્રદેશની બેઠક મળી ગયા બાદ હવે કચ્છમાંથી કોની લોટરી લાગશે તેની પણ અટકળો અને અફવાઓના રેાજબરોજ પડીકાઓ ખુલી રહ્યા છે. ચોરેને ચોટે એક જ ચર્ચાઓ થાય છે કે, ભાજપ કોને આ વખતે તક આપે છે? રીપીટ કરશે કે નો-રીપીટ? તો વળી કોઈ કહી રહ્ય છે કે, આ વખતે ટિકિટ તો મોદી-શાહ જ નકકી કરશે. અમિતભાઈએ ટીકિટ ફાળળવની કમાન સંભાળી છે એટલે તેઓની લાઈનવાળાઓને ચાંદી થવા પામી શકે તેમ છે. તો વળી કોઈ એવી ચર્ચા કરે છે કે, આ વખતે ભાજપ રીસ્ક લેવા નથી માંગતુ, રીપીટ-નો રીપીટ નહી પણ વિનિંગ કાર્ડમાં કોણ ફીટ બેસસે તેને તક આપી દેવાશે? આ ઉપરાત જીલ્લામાં રાજકીય રીતે અને આંતરીક રીતે જાે અને તોના સમીકરણો પણ નામોને લઈને મંડાઈ રહ્યા છે. અબડાસા બેઠક પર રીપીટ કરાય તો શું મુંદરામાં પણ રીપીટ કરશે? શુ એક જ જ્ઞાતિને બે બેઠકોની ફાળવણી કરવામા આવશે? આ ઉપરાંત પાટીદારોને ભુજ કે રાપર? કયાં તક અપાય છે? આ ઉપરાંત મહીલાને પણ કઈ બેઠક પર પ્રાધાન્ય અપાશે? આ તમામ ગણિતોને લઈને ફાઈલન નામો ઉભરી રહ્યા છે. તો વળી કયાંક સંઘ-આરએસએસ ફેકટરને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. એકંદરે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું મન આંતરીક રાજકીય બેડામાં પણ કડવુ કપરૂં જ બની રહ્યુ હોય તેમ તમામ અટકળો અને અફવાઓ તથા ચર્ચાના અંતે તો બધાય એમ જ કહે છે કે, સાચુ તો ભાજપ સત્તાવાર નામ જાહેર કરે ત્યારે જ ખ્યાલ આવે.!