ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મનું ગેરકાયદે પ્રસારણ કરનાર ૭૦૦ વેબસાઈટ પર રોક

0
48

ભુજ : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે માધાપરની વિરાંગનાઓએ ભુજમાં તાત્કાલિક ગણતરીના દિવસોમાં એરપોર્ટ પર રન-વે બનાવ્યો હતો. જે સત્ય ઘટના પર અજય દેવગણે ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બનાવી હતી. જે ફિલ્મે કચ્છવાસીઓની સાથે સમગ્ર દેશમાં ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. ફિલ્મ ગત વર્ષે ૧૩ ઓગસ્ટના રિલિઝ થઈ હતી ત્યારે કોવિડના કારણે સિનેમાઘરો બંધ હોઈ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલિઝ કરવામાં આવી હતી. પણ તે સમયે અનેક વેબસાઈટો પર કોપીરાઈટ લીધા વીના જ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેથી ડાયરેક્ટરે કોર્ટમાં કાનૂની દાવો કરતા ૭૩૧ જેટલી વેબસાઈટો પર રોક લગાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ગત વર્ષે ૯ ઓગસ્ટના ૪૩ વેબસાઈટ અને બાદમાં વધારાની ૬૮૯ વેબસાઈટ અને ડોમેન પર રોક લાગાવવા માટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.