રાજ્યની પ્રથમ ક્રમાંકિત : અબડાસા વિધાનસભા બેઠકનું વ્યૂહાત્મક મહત્વ

0
32

કોઈપણ ઉમેદવારને રિપીટ ન કરવાની પરંપરા ગત પેટા ચૂંટણીમાં અબડાસાના મતદારોએ તોડી : અબડાસા બેઠકનું ભાવી ઘડવામાં ત્રીજા પરિબળની મહત્વપૂર્ણ ભૂમિકા

ભુજ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર ઘોષણાને આડે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. લોકશાહીના મહાપર્વ સમી ચૂંટણીઓનો ઉત્સાહ દિપોત્સવીના તહેવારોની ઉજવણીને બેવડા ઉમંગથી ભરી દેશે. ગત બે વર્ષો દરમ્યાન કોરોના મહામારીના પગલે દિપોત્સવી તહેવારોની રોનક ઝાંખી પડી હતી ત્યારે આ વરસે દિવાળીના દિવસોની રોનકમાં લોકશાહીના મહપર્વ સમી ચૂંટણીઓની રોનક પણ લોકોના ઉમંગ અને ઉત્સાહને અનેકગણો વધારી દેશે. સત્તાધારી ભાજપ, વિપક્ષી કોંગ્રેસની સાથે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું ફેકટર પણ ઉમેરાયું છે. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. તો આ તરફ લોકોમાં પણ ચૂંટણી, ઉમેદવારોની પસંદગી વગેરે બાબતોને લઈ ભારે ઉત્કંઠા જાેવા મળી રહી છે.

વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં કચ્છ જિલ્લાની છ બેઠકો પૈકી ચાર બેઠકો પર ભાજપને સફળતા મળી હતી તો કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની પ્રથમ ક્રમાંકિત એવી અબડાસા બેઠક ર૦ર૦માં પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં અબડાસા બેઠકના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈપણ ઉમેદવારને રિપિટ ન કરવાની અબડાસાની પરંપરાને વર્તમાન ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ તોડી નવો ઈતિહાસ રચ્યો હતો.

દેશની બીજા નંબરની સૌથી મોટો વિસ્તાર ધરાવતી અબડાસા બેઠક અનેક બાબતોને લઈ નોખી પડે છે. પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદે અડીને આવેલ અબડાસા બેઠકમાં ત્રણ તાલુકાઓનો સમાવેશ થાય છે. નલિયા, નખત્રાણા અને લખપત તાલુકાને સમાવતી અબડાસા બેઠક વ્યુહાત્મક રીતે વિશેષ બની રહે છે. કચ્છના અંતિમ છેવાડે કોટેશ્વર મહાદેવના બેસણા છે. તેની તદન જ નજીક પવિત્ર તીર્થસ્થાન નારાયણસરોવર, કચ્છના કુળદેવી મા આશાપુરા અહિં બિરાજમાન છે. તો રણકાંધીએ હિન્દુ-મુસ્લિમ એક્તાની અનોખી મિશાલ પુરી પાડતી હાજીપીર વલીની દરગાહ આવેલી છે. અબડાસાની ભૂમિ તપસ્વીઓની ભૂમિ છે. રાષ્ટ્રીય સલામતીની દષ્ટિએ પણ અબડાસાની બેઠક મહત્વપુર્ણ ગણાય છે. નાપાક ઘુસણખોરીની સાથે સાથે દેશમાં ડ્રગ્સ ઘુસેડવા માટે પણ જખૌ, સિરક્રીકની દરિયાઈ સરહદો છાશવારે રાષ્ટ્રીય મીડિયામાં ચમકતી રહે છે. માછીમારીની નામે ભારતમાં ડ્રગ્સ મોકલવા નાપાક એજન્સીઓ કચ્છની દરિયાઈ સીમાઓનો ઉપયોગ કરતી રહે છે. સરહદી વિસ્તારોમાં વસવાટ કરતી રહે છે. સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા લોકો દેશની સરહદના સંત્રીની ભૂમિકા ભજવે છે પરંતુ કેટલાક તકવાદી રાષ્ટ્રદ્રોહી તત્વોના કારણે નાપાક એજન્સીઓ પોતાના મનસુબાઓ પાર પડી લેતી હોય છે. 

વસ્તીની દ્દષ્ટિએ વાત કરીએ તો સવા બે લાખ જેટલા મતદારો ધરાવતી અબડાસા બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથથી વધુ ૬ર હજાર જેટલી છે. ર૮ હજાર ક્ષત્રિય મતદારો, ૩૦ હજાર જેટલા દલિત મતદારો અને લગભગ ર૯ હજારથી વધુ જેટલા કડવા પટેલ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ષ ૧૯૬રની વિધાનસભા ચૂંટણીથી ગત પેટાચૂંટણી સુધીમા છ વખત ક્ષત્રિય ઉમેદવારે ગુજરાત વિધાનસભામાં અબડાસા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. અબડાસા બેઠક પર બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓની લડાઈમાં ત્રીજું પરીબળ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ત્રીજા પરીબળમાં કોઈ દિગ્ગજ અપક્ષ ઉમેદવાર કે પ્રાદેશિક  પાર્ટીનો હોઈ ઉમેદવાર હંમેશા હારજીતના સમીકરણો બદલી નાખતા રહે છે.

ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વતી ઉમેદવારી કરનાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાઈ જતાં કોરોના સમયગાળા દરમ્યાન નવેમ્બર ર૦ર૦માં પેટાચૂંટણીની ફરજ પડી હતી. પેટાચૂંટણીમાં    વિજય મેળવી પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા બેઠકની એક પરંપરાને તોડી હતી. ૧૯૬ર થી ર૦ર૦ સુધી કોઈપણ ઉમેદવારને રિપિટ ન કરવાની પરંપરા અબડાસાના મતદારોએ બનાવી હતી. પેટાચૂંટણીમાં ભાજપવતી મેદાને ઉતરેલા પ્રધ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાં ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીને પછાડી ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં ત્રીજું પરીબળ બની ઉતરેલા અપક્ષ ઉમેદવાર હનિફ બાવાએ ર૬ હજારથી વધુ મતો મેળવ્યા હતા. ભાજપના પ્રધ્યુમનસિંહ જાડેજાને ૭૧૮૪૮ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૩પ૦૭૦ મત મળ્યા હતા. ૩૬ હજારથી વધુ મતોની સરસાઈથી પુનઃ ચુંટાઈ પ્રધ્યુમનસિંહ જાડેજાએ નવો ઈતિહાસ આલેખ્યો હતો.

અબડાસાના મતદારોનું જ્ઞાતિવાર વિશ્લેષણ

,ર૩,૦૯૧ કુલ્લ મતદારો ધરાવતી અબડાસા બેઠક ક્ષત્રિય, મુસ્લિમ, દલિત, પટેલ, રબારી, કોલી અને ભાનુશાલી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અબડાસા બેઠક પર જ્ઞાતિ અનુસાર મતદારોની સંખ્યા નીચે જણાવ્યા મુજબની છે.  અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના અંદાજીત ૨.૪૦ લાખની આસપાસ મતદારો ધરાવતી આ બેઠક ઉપર લઘુમતીના સૌથી વધુ ૭૨ હજાર મતદારો, ક્ષત્રિય જ્ઞાતિના ૩૫ હજાર, પાટીદારોના ૩૩ હજાર,ે દલિતોના ૨૫ હજાર, રબારી જ્ઞાતિના ૧૫ હજાર અને બ્રહ્મ સમાજના ૧૪ હજાર મતો નિર્ણાયક છે. તો ભાનુશાલી સમાજના ૭ હજારની સાથે કોળી, પારાધી સમાજના મતો અને આહીર, લોહાણા, સોની, ગોસ્વામી, ગઢવી, દરજી, સુથાર, લોહાર સમાજ સાથે અનેક જ્ઞાતિના મતદારોના મતોનું અવલોકન રાજકીય પાર્ટીના હારજીતના પાસા બદલી શકે છે. જાે કે ગત મતદાર યાદી સુધારણા બાદ અમુક નવા મતદારો નોંધાયા હોઈ અંતિમ યાદીમાં થોડા વધુ મતદારો ઉમેરાયા હશે.

અબડાસા વિધાનસભા બેઠકનું ૧૯૬રથી ર૦ર૦ સુધીનું ચિત્ર

વર્ષ        વિજેતા ઉમેદવારનું નામ    પક્ષ    મળેલ મત  ઉમેદવારનું નામ                પક્ષ               મળેલ મત

૧૯૬૨     માધવસિંહ એમ. જાડેજા    સ્વતંત્ર   ૧૯૬૯૯  જુગતરામ દલપતરામ રાવલ   કોંગ્રેસ (આઈ)   ૧૩૮૯૪

૧૯૬૭        ૫ી.બી. ઠક્કર              કોંગ્રેસ    ર૦૮૪૪     વી.એસ. પટેલ                   સ્વતંત્ર          ૧૪ર૧૮

૧૯૭ર       ખીમજી નાગજી             કોંગ્રેસ    ર૪૭૪૩      વિરેન્દ્ર શિવદાસ                ભા.જનસંઘ       ૭૪૧૯

૧૯૭પ      ઠક્કર મહેશ હરજીવન      કોંગ્રેસ    ૧૯૭પ૭      જાડેજા પ્રતાપસિંહ માધવસિંહ   ભા.જનસંઘ     ૯પ૧૯

૧૯૮૦     ખરાશંકર વિઠ્ઠલદાસ જાેષી   કોંગ્રેસ   ૧૬૬૬પ      મહેશભાઈ ઠક્કર                  જનતા પાર્ટી   ૧૪૪ર૦

૧૯૮પ   કનુભા માધુભા જાડેજા         કોંગ્રેસ    ર૧૪૩પ       અબ્દુલ હાજી ઈબ્રાહીમ મંધરા     સ્વતંત્ર      ૧૭પ૯૭

૧૯૯૦   છેડા તારાચંદ જગશી         બીજેપી    ૩૭૮૯૭          મહેશ ઠક્કર                        કોંગ્રેસ      ર૩૧૮૭

૧૯૯પ   ડૉ. નિમાબેન બી. આચાર્ય     કોંગ્રેસ   ૩૬૮૧૦         છેડા તારાચંદ જગશી             બીજેપી     ૩પ૪૭૧

૧૯૯૮   ઈબ્રાહીમ ઈશાક મંધરા         કોંગ્રેસ    ૩૦૬૧૯       જાડેજા હરેન્દ્રસિંહ માધવસિંહ         બીજેપી   ર૯૭૬પ

ર૦૦ર    જાડેજા નરેન્દ્રસિંહ માધવસિંહ  બીજેપી  ૪૯૦૮૩   રાયમા હાજી જુમા હાજી ઈબ્રાહીમ        કોંગ્રેસ    ૩૯રર૮

ર૦૦૭   જયંતિલાલ પરસોત્તમ ભાનુશાલી  બીજેપી  ૩૯૦૦૪  જાડેજા નરેન્દ્રસિંહ માધવસિંહ          કોંગ્રેસ    ર૮૯૮પ

ર૦૧ર    છબીલ નારાણ પટેલ              કોંગ્રેસ    ૬૦૭૦૪  ભાનુશાલી જયંતિલાલ પરસોત્તમ     બીજેપી   પ૩૦૯૧

૨૦૧૪   શક્તિસિંહ એચ. ગોહિલ            કોંગ્રેસ    ૬૭૮૬૩       છબીલ નારાણ પટેલ              બીજેપી  ૬૭૦૯૯

૨૦૧૭   પ્રદ્યુમનસિંહ જાડેજા                  કોંગ્રેસ    ૭૩૩૧૭        છબીલભાઈ પટેલ                બીજેપી  ૬૩પ૬૬

ર૦ર૦    પ્રદ્યુમનસિંહ જાડેજા                  ભાજપ   ૭૧૮૪૮  ડો.શાંતિલાલ સેંઘાણી                  કોંગ્રેસ    ૩પ૦૭૦

                                                                            હનીફ બાવા પઢીયાર               અપક્ષ   ર૬૪૬૩

અબડાસા વિધાનસભા બેઠકના કુલ્લ મતદારો – ર,ર૩,૦૯૧

જ્ઞાતિ       મતદારો

ક્ષત્રિય     ર૭૮ર૩

રજપુત     ૪પપ૩

આહિર      ૩૭૯૬

મુસ્લિમ     ૬૧૬રપ

દલિત       ર૯૮૧ર

કોલી         ૧૦૦૩૬

લેવા પટેલ    ૪૧૪

કડવા પટેલ   ર૯૦૮૪

આંજણા પટેલ     ૬પ

રબારી            ૧ર૧ર૬

ભાનુશાલી         ૮૧૩પ

ગઢવી             ૩૦ર૬

લોહાણા           ૪ર૪૦

જૈન                ર૩ર૦

બ્રાહ્મણ             ૭૬૧૩

ગોસ્વામી          ૪ર૮૬

સથવારા           ૧૦૪૬

સીંધી                ૧પ

સોની              ૧૬૯ર

સંઘાર             ૧૪રપ

શીખ                ૮૦પ

હરીયાણી           ૩૦૧

દરજી સુથાર લુહાર  ૪૧પ૯

ઈતર અન્ય          ૪૬૯૪