કંડલાથી તેલ ભરીને જતા ટેન્કરમાંથી થતી સોયાબીન તેલની ચોરી ઝપટે ચડી

0
27

વરસાણા પાસે થયેલી કાર્યવાહીમાં ૧.૩૭ કરોડનો મુદ્દામાલ ઝડપાયો : ચાલકની અટકાયત

ગાંધીધામ : કંડલાની તેલ કંપનીઓમાંથી ટેન્કરમાં તેલ ભરીને દેશના અલગ અલગ વિસ્તારોમાં સપલાય કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ટેન્કરના ડ્રાઈવરોને ફોડી લઈ ચોરી કરવામાં આવતી હતી. ટેન્કર ગાંધીધામથી બહાર નિકળે કે તરત જ તેમાંથી તેલ કાઢી લઈ હલકી ગુણવત્તાનું તેલ મિક્ષ કરી દેવામાં આવતું હતું. અગાઉ આ પ્રકારે કોલસા ચોરીનું કારસ્તાન પણ ઝપટે ચડ્યું હતું. ત્યારે વરસાણાના વાડામાં અંજાર પોલીસે દરોડો પાડીને બે ટેન્કરમાંથી થતી સોયાબીન તેલની ચોરી ઝડપી પાડી ૧.૩ર કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પીઆઈ એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, વરસાણા ચોકડી પાસે આવેલ આહિર પ્લાયવુડની બાજુમાં પ્લોટ નંબર ર૭ પાસે ભચાઉના છાડવારાનો ભરત કરશન આહિર પોતાના ભાડુતી માણસો સાથે કંડલાથી સોયાબીન તેલ લઈને જતા ટેન્કરના ડ્રાઈવર – ક્લિનરને લલચાવી ફોસલાવી આર્થિક ફાયદા સારૂ ગેરકાયદે રીતે સોયાબીન તેલ કાઢી લઈ તેનો સંગ્રહ કરાવે છે. તેવી બાતમીના આધારે રેડ કરીને આ સ્થળ પરથી નંદ ગામના હરજીભાઈ રાજાભાઈ રબારીને ઝડપી લેવાયો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યું કે, વાડામાં કામ કરતો શંકર મારવાડી નામનો ઈસમ ટેન્કરના સીલ તોડીને સોયાબીન તેલની ચોરી કરાવે છે. આ રેડ દરમિયાન ભરત, શંકર તેમજ ટેન્કર નંબર જી.જે. ૧ર ઝેડ ૪૭૦૮ના ચાલક ભાગી ગયા હતા. આરોપીઓ પાસેથી ૯૭,૮૧,૩રપ રૂપિયાનું સોયાબીન તેલ તેમજ ર૦ -ર૦ લાખના બે ટેન્કર મળી કુલ રૂપિયા ૧,૩૭,૮૬,૩રપનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે વાડામાં દરોડો પાડ્યો ત્યારે ઉભેલા બે ટેન્કરમાંથી એકમાંથી ૭૦ લિટર અને બીજામાંથી ૩૦ લિટર તેલ ચોરાયું હતું, જે માલ કેરબામાંથી મળી આવ્યો હતો.