ગુજરાતના મૃદુ-મકકમ સીએમ ભુપેન્દ્રભાઈ પહેલી ઓકટો.૫ૂર્વ કચ્છના મહેમાન બનશે : તૈયારીઓ તેજ

0
30

ગાંધીધામ : ગુજરાતના મૃદુ અને મકકમ સીએમ આગામી દિવસોમાં ફરીથી કચ્છના પ્રવાસે પધારી રહ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વિગતો અનુસાર ૧.ઓકટોબર ર૦રરના રોજ બપોરે ૧ કલાકની આસપાસ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કંડલા વિમાથીમથકે આવી પહોચશે જયા તેઓને શુભેચ્છા આવકાર આપવામાં આવશે.રાજયના મુખ્યપ્રધાન કચ્છના વિકાસને લઈને પણ સદાય સક્રીય જ જોવા મળી આવતા હોય છે ત્યારે તેઓની આગામી મુલાકાત પણ કચ્છને અલગ અલગ વિકાસ ભેટો આપવાની દીશામાં બળ ઉમેરનારી જ બની રહેશે. આ મામલે બિન સત્તાવાર રીતે પ્રાપ્ત માહીતી અનુસાર રાજયના મુખ્યપ્રધાન ૧ ઓકટો.ના ખાસ કરીને ગુજરાતભરમાં શિરોમાન્ય મનાતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થાએ ઉભી કરેલી એક નવતર અને ભવ્ય સુવિધાનું ઉદઘાટન કરનાર છે. ગાંધીધામ ચેમ્બર દ્વારા અદ્યતન અને વૈશ્વીક કક્ષાની કહી શકાય તેવા કોન્ફરન્સ રૂપ, શીપીંગ એરીયા, ઓનલાઈન મીટીગસ રૂમ સહિતની કોર્પોરેટ જગતને માટે અનુરૂપ તમામ સુવિધાઓ સાથેનુ એક માળખુ ઉભુ કર્યુ છે જેનું લોકાર્પણ સીએમશ્રીના હસ્ત કરવામાં આવનાર છે. આ વેળાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસના આગેવાનો તથા સંગઠનથી સકળાયેલા અલગ અલગ એસો.ના મોભીઓ, સ્થાનિકના રાજકીય આગેવાનો શિષ્ટાચાર અનુસારના અધિકારીગણ પણ હાજર રહેનાર છે. આ ઉપરાંત કંડલા-મુંદરા હાઈવે પર વિકાસ પામનાર પોર્ટ બેઝ ઈન્ડસટ્રીયલ પાર્કની સુવિધા સલગ્ન કાર્યક્રમમાં પણ ભાગ લેનાર હોવાનુ સામે આવી રહ્યુ છે. નોધનીય છે કે, ભદ્રેશ્વરના હટડી પાસેની જગ્યામાં સંભવત આ પોર્ટ બીઝ સુવિધા સલગ્ન ભવ્ય ઈન્ડસ્ટ્રીયઝ પાર્ક બનાવવામાં આવનાર છે. તેની સાથોસાથ જ અંજારના વરસામેડી રોડ સ્થિત વેલસ્પન કંપનીના પણ નવતર પ્રકલ્પના લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં ભાગ લેનાર છે. અજારની વેલસ્પન કંપનીમાં વેલસ્પન મેટાલીકસ લી.અને વેલસ્પન ડીઆઈ પાઈપ્સ લી.ના બે નવા પ્રોજેટકનું સીએમશ્રીના હસ્તે ઉદઘાટન કરવામં આવનાર છે. આ તમામ કાર્યક્રમો માટે સીએમશ્રીની હામી મળી ગઈ હોવાનુ મનાય છે પરંતુ સીએમના આગમનનો મિનીટ ટુ મિનિટ કાર્યક્રમ હજુય આવવાનો બાકી જ છે. એટલે કે, હજુ સુધી આ બાબતે કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી પરંતુ તમામ મોરચે સીએમના આગમને સફળ બનાવવાની દીશામાં કાર્યક્રમોની રૂપરેખા ઘડવા ઉપરાંતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાન તેઓના આગામી કચ્છ પ્રવાસ દરમ્યાન માતાના મઢ ખાતે માં આશાપુરાને શિષ ઝુકાવવા પણ જઈ શકે છે. આ કાર્યક્રમ દરમ્યાન કચ્છના સાંસદ-ગાંધીધામના ધારાસભ્યશ્રી, કચ્છ કલેકટરશ્રી, ઉપરાંતનાઓ પણ હાજર રહેવા પામશે.