– તો કાસેઝના ૧૦ કરોડના સિગારેટ દાણચોરીનો રેલો જામનગરની નરેન્દ્ર આણી ગેંગ સુધી લંબાશે.!

0
50

  • કસ્ટમની પી એન્ડ આઈની ટીમ કડક તપાસ કરશે

કસ્ટમે ઝડપેલ મોબાઈલની પારદર્શક તપાસ થવી જરૂરી : કસ્ટમ ડીસી લા સ્પીરીટના યુનિટથી ઝડપાયેલા મોબાઈલની તપાસ ખુદ હસ્તક રાખી છે ત્યારે તેમા રહેલી ચેટ, કોલ ડીટેલ્સ, સહિતની તપાસણીઓ કરાશે તો ઘણા રહસ્યો ખુલશે : આ મોબાઈલ ન ખોલવાના બહાર કરોડો રૂપીયા બોલાતા હોવાની છે ચર્ચા : જો મોબાઈલ ખરેખર નહી ખુલે તો સમજવુ કે બહારની ચાલતી ચર્ચા સાચી જ છે..!

કાસેઝમાં એક બંધ પડેલા તથા સીબીઆઈના રડારમાં આવેલા તથા જે યુનિટના માલીક દુબઈ ફરાર થઈ ગયા છે તેનો કી પર્સન-ખાસ માણસ નરન્દ્ર કાસેજમાં બેનંબરી ધંધાઓમાં સિન્ડીકેટ રચીને મોટી હથરોટી ધરાવતો થઈ ગયો હોવાની છે ચકચાર

સિગારેટ દાણચોરીમાં નરેન્દ્રનું મોટુ નેટવર્ક હોવાની છે ચકચાર : થોડા સમય પહેલા પણ કંડલા સમીપે એક ખાનગી સીએફએસમાં ટિશ્યુપેપરની આડમાં સિગારેટનો મોટો જથ્થો ઝડપાઈ હતો તેમાં પણ નરેન્દ્ર આણી ગેંગનું જ નામ રહ્યુ હતુ ચર્ચામાં

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક જોનમાથી તારીખ ર૮મીની સાંજે કસ્ટમવિભાગની પી એન્ડ આઈ ટીમે એક કન્ટેઈનરનીતપાસ કરતા તેમાથી દસ કરોડથી વધુનો સિગારેટ દાણોારી-મીસડીકલેરેશન કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. તેની સાથે જ હવે અન્ય ચર્ચાઓ પણ તેજ બની જવા પામી ગઈ છે.આ મામલે વધુ વિગતે વાત કરીએ તો કસ્ટમે સિગારેટના જથથાને સીઝ કરતાની સાથે જ એક મોબાઈલ પણ ઝડપી લીધો છે. લા સ્પિરિટ વેરહાઉસમાં કામ કરતા એક મુખ્ય કર્મચારીનો આ મોબાઈલ છે. આ મોબાઈલમાં આઈ સ્કેનીંગ રાખેલું છે. જેનો મોબાઈલ છે તે શખ્સ ફરાર થઈ ગયો હોવાનુ મનાય છે. આ શખ્સ પકડાય, તેની આઈસ્કેન કરીને મોબાઈલ ખોલાય તો તેમાથી અનેક પ્રકારની ચેટ(મેસેજમાં થયેલી વાતચીત) તથા મોબાઈલ કોલ્સની ડીટેઈલ્સ મળી શકે તેમ છે. તેવામાં જાણકારો કહી રહ્યા છે કે, લા સ્પિરીટ યુનિટે પ્રતીબંધિત સિગારેટનો જે જથ્થો મંગાવ્યો અને લોકલમાં તેણે વેંચાણ કર્યુ તેવી વાત સામે આવી છે ત્યારે આ લોકલમાં વેંચાણ ડીટીએ મુળ જામનગરના અને કાસેજમાં પાછલા કેટલાક સમયથી બેનંબરી ધંધાઓમાં હથરોટી ધરાવતા નરેન્દ્ર આણી ટોળકીનુ નામ સામે આવી રહ્યુ છે. નરેન્દ્રનુ વિદેશી સિગારેટના વેંચાણ માટેનુ વિદેશથી મુંદરા-કાસેજ તથા અલગ અલગ જગ્યાએ મોટુ નેટવર્ક સક્રીય હોવાનુ મનાય છે.અહી યાદ અપાવી શકાય કે, આ એ જ નરેન્દ્ર છે કે, જેનુ કન્સાઈનમેન્ટ ટીશ્યુ પેપરના નામે કંડલા આસપાસમાં વેરહાઉસમાં આવ્યુ અને તેમાથી પણ સિગારેટનો જથ્થો પકડાવવા પામી ગયો હતો. જો કે, તે વખતે ડીઆરઆઈ અને કસ્ટમ બન્ને વચ્ચેની હરીફાઈમાં આ મામલે રફેદફે જ કરી દેવાયો હતો. નોધનીય છે કે, કાસેજમાં સીબીઆઈના રડારમાં આવી ચુકેલ એક યુનિટના માલીક કે જેઓ હાલમાં વિદેશ ફરાર થયેલા છે તેમની કંપનીનુ કામ આ નરેન્દ્ર સંભાળતો હતો અને તેમાંથી જ ધીરે ધીરે આવા બેનંબરી ધંધાઓનુ નરેન્દ્રએ સામ્રાજય જ ઉભુ કરી લીધુ હોવાનુ મનાય છે. કસ્ટમ ડીસી જો આ કેસમાં તટસ્થાથી તપાસ કરશે તો ચોકકસથી નરેન્દ્ર આણ ટોળકી સુધી રેલો લંબાશે તેમ જાણકારો માની રહ્યા છે.

  • આમીયાચંદ્રના કર્યાધર્યા-ભોગવે છે હાલના અધિકારીઓ.!

સિગારેટના લાયસન્સ આપવાની સત્તા કેન્દ્રના કોર્મસ વિભાગ હસ્તક છે, છતાં પણ આમીયાચંદ્રના સમયમાં કાસેજની બેાર્ડ ઓફ એપ્રુવલની મીટીંગમાં કેટલાને અપાઈ ગઈ મંજુરી? જો એટલી તપાસ થશે તો પણ ઘણા ગતકડાઓ બહાર આવશે
ગાંધીધામ : કાસેઝ હોય કે મુંદરા સેજ, આ બન્નેમાં પાછલા અમુક સમયથી એક પછી એક ગંભીર પ્રકારની ડયુટીચોરીની ઘટનાઓ બહાર આવવા પામી રહી છે. હાલમાં પણ કાસૈજમાથી કસ્ટમે ૧૦ કરોડથી વધુની દાણચોરીયુકત સિગારેટ પકડી પાડી છે ત્યારે પણ જાણકારો એ જ કહે છે કે, આ બધુય કર્યુ ધર્યુ આમીયાચંદ્રનું જ છે. આમીયાચંદ્રએ એક યા બીજાકારણોસર આંધળા બનીને પરવાનાઓની આડેધડ લ્હાણીઓ કરી દીધી છે. કેટલાક તો સીબીઆઈના રડારવાળા તો કેટલાક પોલીસ ચોપડે સત્તાવાર ચડેલા છે તેઓને પણ સીધા કે પરોક્ષ રીતે લાયસન્સ આપી દીધા છે. હાલમાં પણ જે દસ કરોડની સિગારેટ પકડાઈ છે તેની સાથે મોબાઈલ પણ ઝડપાયો છે હવે આ મોબાઈલના કેાલ ડીટેલ્સ તટસ્થતાથી બહાર લાવવામાં આવશે તો આમીયાચંદ્રની લીંક તેમા ખુલશે જ ખુલશે તેવી વકી પણ જાણકારો સેવી રહ્યા છે.

  • કસ્ટમના અધિકારી અજયની ભૂમિકા શંકાસ્પદ

કાસેઝ કસ્ટમ ડીસી તટસ્થ તપાસ કરશેે તો અજયના ઈશારે કાસેઝમાં કે મુંદરા-કંડલા વચ્ચે ધમધમતા અનેક કૌભાંડોનો થશે પર્દાફાશ

ગાંધીધામ : કસ્ટમવિભાગના જવાબદારોની મીલીભગત કે દોરીસંચાર અથવા તો સીધી કે પરોક્ષ સંડોવણી સિવાય કરોડોની વસતુઓ મિસડીકલેર કરી શકાતી જ નથી તે એકને એક બે જેવી વાત છે. હાલમાં જયારે કાસેજમાં ૧૦ કરોડની સિગારેટનો તગડો જથ્થો પકડી લેવામા આવ્યો છે ત્યારે પણ જે ટોળકીનુ નામ ચર્ચામાં આવે છે તેને કસ્ટમના જ અજય નામના શખ્સનો દોરીસંચારજ હોવાનુ મનાય છે. નોધનીય છે કે, આ અજય નામનો કસ્ટમનો ભ્રષ્ટ શખ્સ અગાઉ પણ વિવિધ મામલે સદાય ચર્ચામાં રહ્યો છે. અને આ અજય આમીયાચંદ્રના સમયકાળથી જ ફાટીને અહી ફુલેકે ચડવા પામી ગયો છે. અગાઉ પણ નરેન્દ્ર ટોળકીનો ટીશ્યુની આડમાં સિગારેટનો જથ્થો પકડી પાડયો હતો તેમાં પણ આ અજયનો જ દોરીસંચાર ભારે ચર્ચામાં રહ્યો હતો.

  • સિગારેટ હોય કે, લાલચંદનની તસ્કરી

કંડલા સંકુલના આર્થિક વેપારી વિનોદનો જ હોય છે દોરીસંચાર.!

ગાંધીધામ : કાસેઝમાં કસ્ટમ દ્વારા ૧૦ કરોડથી વધુની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે તેમાં નાણા રોકનાર તરીકે ગાંધીધામના પણ એક વેપારીની ભૂમિકા ચર્ચામાં આવવા પામી ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, સિગારેટ દાણચોરીયુકત લાવવાની હોય કે પછી પ્રતિબંધિત લાલચંદન અહીથી નિકાસ કરવાનુ હોય આ બધાય જ બેનંબરી ધંધાઓમાં તમામ પ્રકારની સગવડો અને રોકાણ સાથેનો દોરીસંચાર કંડલા સંકુલના ચકચારી એવા વિનોદ નામના વેપારીનો જ હોવાનુ મનાય છે. હાલમાં સીગરેટ આયાતના કૌભાંડમાં તે ચકચારમાં આવ્યો છે ત્યારે એવી પણ વાત છે કે, થોડા સમય પહેલા મુંદરા બંદરેથી લાલચંદનની બેધડક નિકાસ કરવા માટે આ વિનોદ આણી ટોળકીએ જ બધાય ચોગઠા ગોઠવ્યા હતા. મુંદરા બંદરની આસપાસમાં જ તેણે લાલચંદનનો સંગ્રહ કરવા ગોડાઉનો-જમીનો પણ ખરીદી હતી. જેથી ગોડાઉનમાં રહેલો માલ જેવો લાગ આવે કે મુંદરાથી વિદશ એકસપોર્ટ કરી શકાય. આ વિનોદને એજન્સી શોધીને ઉઠાવશે તો ઘણા બધાય પ્રકરણો પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે.