અંજારના મહાકાલેશ્વર મંદિરને અભડાવતા તસ્કરો

0
38

રાત્રી દરમિયાન મંદિરમાંથી જળાધારી અને રોકડ સહિત ર૪ હજારની તસ્કરી

અંજાર : તહેવારના દિવસો દરમિયાન અંજારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાંથી તસ્કરોએ હાથફેરો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના સાડા બારથી સવારે સાડા પાંચ દરમિયાન આ બનાવ બન્યો હતો. મંદિરની સેવાપૂજા કરતા ધરમશીભાઈ ખીમજીભાઈ ડાયાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા આરોપીએ મહાકાલેશ્વર મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો. અને ૯ હજારની જળાધારી તેમજ દાન પેટીમાં રહેલા અંદાજીત રૂપિયા ૧પ હજાર મળી કુલ ર૪ હજારની ચોરી કરી હતી. અગાઉ પણ અંજાર પંથકમાં તેમજ ભુજમાં રૂદ્રાણી, લોરિયા સહિતના વિસ્તારોમાં મંદિર ચોરીની ઘટનાઓ બની ચુકી છે. પરંતુ આરોપીઓ પકડાતા નથી. ત્યારે આરોપીઓ પકડાયા તેવી માંગણી વધુ ઉઠવા પામી ઉઠવા પામી છે.