સ્માર્ટસીટી ગાંધીધામ ભરચોમાસો પાણી તરસ્યુું : કોની બલિહારી? અણધણ વહીવટ કે ભાગબટાઈ?

પાણીની ખરાબ પરિસ્થિતી છતાં ધારાસભ્યને કાંઈ ચિંતા જેવું દેખાતું જ નથી ! : પાણીના કકળાટની કોઈ વિગત માંગી જ નહીં! છાશવારે લાઈનો તૂટવી – લીકેજ થવી એ બધુ શું સૂચવે છે ? તેની પાછળનું રહસ્ય શું ? પાણી મુદ્દે કેમ પજવણી થાય છે?

નગરપાલિકા પાણી વેરાની વસુલાત તો ઢોલ-નઘારા અને ત્રાંસા સાથે કરી લે છે, એક પણ ફદીયુ બાકાત નથી કરતુ, અને મહીનામાં સાત-સાત દીવસ સુધી પાણીથી લોકો રહે છે તરસ્યા : છત્તે પાણીએ અછત? નવા સવા ચેરમેનો સુધરાઈના સ્ટાફનો લે ઉઘડો : કયાંક વાલ્વ બંધ કરી દઈ અને ખાનગી ટેન્કરોના ધમધમી રહ્યા છે હાટડા?

સુંદરપુરી સહિતના ૩ વિસ્તારમાથી આવેલા ટોળાએ નગરપાલિકામાં કર્યો પાણી માટે આક્રમક દેખાવ : પોલીસ બોલાવવાની પડી ફરજ : પાણીના વાલ્વ લીકેજની સમસ્યામાં બેદરકારો સામે નગરપાલીકા તદન પાણીમાં હોવાની ફરીયાદ : કંઈ જ પગલા ન લીધા હોવાની ઉઠી રાવ

ભારતનગર-ગુરૂકુળ વિસ્તાર, સુંદરપુરી સહિતમા પાણીનો સર્જાયો છે કકડાટ : રામબાગ પાણીના ટાંકા પાસે લીકેજ દુર કરવાના બદલે પાણીની શહેરવ્યાપી વકરી છે સમસ્યા

લોકોને પાણીની ભરચોમાસે પીડા છે, ત્રણત્રણ વિસ્તારના લોકો નગરપાલીકામાં આક્રમકતા સાથે આવી પહોંચ્યા છતાં પણ નગરપાલીકા પ્રમુખ રૂબરૂ ડોકાવવાની વાત તો દુરની રહી પણ ભોગગ્રસ્તોની વેદના સુધી ન સંભળાઈ

ગાંધીધામ : પૂર્વ કચ્છનુ ઔદોગીક પાટનગર અને દેશના પ્રધાનમંત્રીનુ સ્માર્ટસીટી ગાંધીધામ આજે ભરચોમાસો સાત-સાત દીવસ સુધી પાણી વિહોણુ રહી જવા પામતા લોકોમાં આંતરીક રોષ ભારે ભભુકી ઉઠયો છે.ભોગગ્રસ્તો દ્વારા ઉઠાવાઈ રહેલા સવાલો અનુસાર છત્તે પાણીએ ગાંધીધામ સંકુલની પ્રજાને પાણીથી તરસ્યા રહેવાની નોબત સતત આવવા પામી રહી છે. આવુ શા માટે? એકતરફ લોકોને પાણી નથી મળતુ અને બીજીતરફ ટેન્કરોના ફેરાના ફેરાઓ થતા દોડી રહ્યા છે? જાણકારો દ્વારા કહેવાય છે કે, આમ થવા પછવાડે કોની બલીહારી? અણઘણ વહીવટ કે ભાગબટાઈ?હકીકતમાં નગરપાલીકા પાણી વેરાની વસુલાત કરે છે ત્યારે એક પૈસો પણ જતો નથી કરતી, લોકોને પાણી આપવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે તો બીલોમાં રાહત આપવી જોઈએ. તે તો અપાતી જ નથી. એટલે હકીકતમાં પાણી સમીતીના ચેરમેનોએ નગરપાલીકાના સ્ટાફનો આ બાબતે બરાબરનો ઉધડો લેવા ઘટે. કયા કારણોસર શહેરમાં પાણી વિતરણ બરાબર છત્તે પાણીએ નથી થતુ? જો પાણી નિયમિત ન આપી શકાય તો હકીકતમાં પ્રજાજનો જે ટેન્કરના ખર્ચા ભોગવે છે તે નગરપાલિકાએ ભોગવવા જોઈએ. આમ પ્રજાજનો શા માટે બેવડો માર સહન કરે. નહી તો કર્મચારીઓમાં તો જેને મજા આવે તે વાલ્વ બંધ કરી નાખે એટલે તે વિસ્તાર પાણીથી વંચિત રહી જાય અને ટેન્કરવાળાઓને બખ્ખેબખ્ખા જ થઈ જતા હોય છે. આ બાબતે નવા વરાયેલા ચેરમેનો જાગૃતી દાખવે અને શહેરીજનોને છત્તે પાણીએ તરસતા અટકાવે તે જરૂરી બની રહ્યુ છે.