માંડવીના ક્રાંતિ તીર્થ મધ્યે ૫૦૦૦ દીપ પ્રજ્વલિત કરી શ્યામજીકૃષ્ણ વર્માને અંજલી અપાઇ

0
40

માંડવી : દેવ દિવાળીના પવિત્ર દિવસે માંડવીના સપૂત પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા ના સ્મારક ક્રાંતિતીર્થ ખાતે દિપ પ્રગટાવી ને સૌ પ્રથમ વખત ભવ્ય દીપ ઉત્સવ ઉજવાયો હતો.

આ પ્રસંગે સામાજિક અગ્રણી અને અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, ઉત્તરપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી, સ્વતંત્રદેવ સિંહ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખો ડો. મુકેશ ચંદે, રાહુલ ગોર, પ્રફુલ્લસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના કેશવજીભાઇ રોશીયા, મહેન્દ્રભાઈ ગઢવી, છાયાબેન ગઢવી, વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ સંગાર, શિલ્પાબેન નાથાણી, વખતસિહ જાડેજા, જયેશ ભાનુશાલી, ગોરધન પટેલ, કોમલ છેડા, મહેન્દ્રભાઈ રામાણી, હરેશ રંગાણી, ઉર્મિલાબેન ગોર, બટુકસિંહ જાડેજા, રાહુલ ગોર, સુજાતાબેન ભાયાણી, નેહાબેન ગઢવી, નરેન સોની, શાંતિલાલ ગણાત્રા અને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓના આગેવાનઓ, યુવાન કાર્યકર્તાઓ, ભગીનીઓએ દેવ દિવાળી પ્રસંગે દિપ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપના અગ્રણી દિલીપભાઈ દેશમુખે ક્રાંતિતીર્થ ખાતે સૌપ્રથમ વખત ૫૦૦૦ દીવડાઓ દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને દીપોત્સવ દ્વારા અંજલી આપવામાં આવતા તેમની ચેતનાનો સંચાર થયો હોવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં ક્રાંતિતીર્થનો વિકાસ વધુ વેગમાન બનાવતા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે અને ક્રાંતિ ગુરૂના આ સ્મારકની વધુથી વધુ લોકો મુલાકાત લેશે.

મસ્કાના પૂર્વ સરપંચ કિર્તીભાઈ ગોરના જણાવ્યા મુજબ કચ્છમાં પ્રથમ વખત સ્મૃતિવન ભુજ ખાતે અને પછી અંજાર વીરબાળ સ્મારક ખાતે દીપોત્સવ અને ત્યારબાદ ક્રાંતિતીર્થ ખાતે દિલીપભાઈ દેશમુખ (દાદા)ની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું હતું અને આ દેશભક્તિમય આયોજનમાં માંડવીની વિવિધ સંસ્થાઓ આગેવાનો અને સમાજાે જાેડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.