ભુજમાં સ્વ.અનંતરાય દવેની પૂણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ

0
35

ભુજ : કચ્છના પૂર્વ સાંસદ સ્વ. અનંતરાય દવેની પૂણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્વપ્રથમ પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે હોટલ પ્રિન્સ રેસીડેન્સી ખાતે આવેલી સદ્‌ગતની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આ તકે નગરપતિ ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, સ્વ. અનંતભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપના ભિષ્મપિતામહ હતા અને પિતા રસિકભાઈ ઠક્કરના રાજકીય ગુરૂ પણ રહ્યા છે. તેમના નકશે કદમ થકી આજે ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. તેમની મહેનત થકી જ કચ્છ ભાજપનું નેતૃત્વ મજબુત બન્યું છે. આ કાર્યક્રમમાં બાલકૃષ્ણ મોતા, ગોદાવરીબેન ઠક્કર, સવિતાબેન જાટ, જયંતભાઈ ઠક્કર, દર્શક અંતાણી, જયદીપસિંહ, દિલીપભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.