ભુજમાં દશેરા નિમિત્તે રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

0
73

દરબારી પોશાકમાં સજ્જ દરેક ભાઈઓ ભવ્ય શોભાયાત્રામાં જાેડાયા

ભુજ : હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે આ દિવસે સદીઓ જુની પરંપરા મુજબ શસ્ત્ર પુજન કરવામાં આવે છે. શસ્ત્ર સામગ્રી એકત્ર કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં રાજાઓ તેમના શત્રુઓ સામે જીતવા માટે શસ્ત્રોની પુજા કરતા હતા.

દશેરા નિમિત્તે રાજપુત કરણી સેના કચ્છ જિલ્લા દ્વારા કચ્છ જિલ્લા રાજપુત ક્ષત્રિયસભાના પ્રમુખ અને માંડવી, મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા વડીલો, યુવાનો, રાજપુતી પોષાક તેમજ તલવાર લઈ પહોંચ્યા હતા. બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વિધિવિધાન સાથે શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરબારી પોષાકમાં સજ્જ દરેક ભાઈઓ ભવ્ય શોભાયાત્રામાં જાેડાયા હતા. જાડેજા બોર્ડિંગથી શરૂ થયેલી આ શોભાયાત્રા, ઘનશ્યામનગર, જુના બસ સ્ટેશન રોડ થઈ વી.ડી. હાઈસ્કુલ, જ્યુબીલીથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર થઈને પરત જાડેજા બોર્ડિંગ પરત ફરી હતી. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન નિવૃત્ત આર્મીમેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપુત મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, મેરૂભા જાડેજા, રાણુભા જાડેજા, માધુભા જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, જાેરાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા પ્રભારી કુલદીપસિંહ જાડેજા, જે.ટી. વાઘેલા, અજયસિંહ ઝાલા, દલપતસિંહ જાડેજા, કે.ડી. જાડેજા, હરિસિંહ સોઢા, રામદેવસિંહ વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, દુષ્યંતસિંહ જાડેજા, હકુમતસિંહ વાઘેલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.