૨૮મી સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ : કૂતરૂં કરડે તો તુરંત તબીબીન સલાહ લેવી

0
39

અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના તબીબે આપી માહિતી

ભુજ : વિશ્વ સમસ્તમાં ૨૮મી સપ્ટેમ્બરના રોજ મનાવાતા વર્લ્ડ રેબિઝ (હડકવા) દિન નિમિતે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ કોઈ પ્રાણી ખાસ કરીને કૂતરું કરડે તો તુરંત તબીબની સલાહ લેવાથી આ રોગથી બચી શકાય છે. રેબિઝએ ક બેક્ટેરિયા સંક્રમિત રોગ છે. આ રોગના વાયરસ અધિકાંસ શ્વાનની લાળમાં હોય છે. જી.કે.ના સર્જન ડૉ.અશોક ઝિલડિયાના જણાવ્યા અનુસાર તાત્કાલિક સારવાર આવશ્યક છે. જ્યાં કરડ્યું હોય તે ભાગને સાબુને પાણીથી ધોઈ નાખવું અને સતત પાંચ મિનિટ નળનું પાણીએ ભાગ પર ધારદાર રીતે પડવા દઇ ઘાને સાફ કર્યા પછી એન્ટીબાયોટિક લગાવી નજીકના તબીબનો સંપર્ક કરી સલાહ મુજબ સારવાર અને રસી લેવી જરૂરી છે.
જાે કે તેમણે કહ્યું કે, તમામ કૂતરા કરડે એટલે રેબિઝ થાય એવું નથી પરંતુ આપણે એ પણ નથી જાણતા કે જે કરડ્યું છેતે કૂતરું હડકાયું છે કે કેમ એવી સ્થિતિમાં સંભવિત રેબિઝથી બચવા એન્ટિરેબિઝ લેવી આવશ્યક છે. વિશ્વમાં જૂના પૈકી એક ગણાતા આ રોગથી કાયમી ધોરણે બચવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ વન હેલ્થ ઝીરો ડેથની થીમ આપી છે. ફ્રાન્સિસ વૈજ્ઞાનિક લૂઈઝ પાશ્ચરે રેબિઝની રસી શોધી મેડિકલ જગતને અણમોલ ભેટ આપી છે. તેની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આ દિવસ ઉજવાય છે.