કચ્છમાં વરિષ્ઠ નાગરિકો અને યુવા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું

0
131

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન કચ્છ જિલ્લામાં સવારથી જ મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘અવસર લોકશાહીનો’  ઉજવણીના ભાગરુપે જિલ્લામાં  વરિષ્ઠ નાગરિકો તેમજ યુવા મતદારો દ્વારા ઉમંગ અને ઉત્સાહથી મતદાન કરવામાં આવ્યું હતું.

ભુજ ખાતે ઇન્દિરા બાઈ હાઈસ્કૂલમાં ઊભા કરાયેલા મોડેલ મતદાન મથકમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. સવારથી શરૂ થયેલી શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયામાં હજુ પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.