નિંગાળના યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી

0
54

અંજાર : તાલુકાના નિંગાળ ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીદંગી ટૂંકાવી લેતાં અરેરાટી છવાઈ જવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ નિંગાળમાં રહેતા ૩પ વર્ષિય શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજાએ પોતાના ઘરે પતરાવાળા રૂમમાં રસી વડે અગમ્ય કારણોસર લટકી જઈ આપઘાત કરી લીધો હતો. જેની લાશને ગ્રામજનોએ ભેગા મળીને ઉતારી અંજાર સીએચસીમાં લઈ આવતા તબીબે મૃત જાહેર કરતાં લાશને દવાખાનામાં રાખવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરી છે.