વરસાણામાં મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલા રીફીલીંગ કરવાનું કારસ્તાન ઝડપાયું

0
36

અલગ અલગ રપ બાટલા કરાયા કબજે : એક શખ્સ ઝડપાયો

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : ગાંધીધામ – ભચાઉ હાઈવે રોડ પર આવેલા વરસાણા ચોકડી પુલીયા પાસે એસઓજીએ કાર્યવાહી કરીને મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલા રીફીલીંગ કરવાનું કારસ્તાન ઝડપી પાડયું હતું. વરસાણા ચોકડી પુલીયા પાસે આવેલી બાલાજી મિષ્ટાન ભંડાર નામની દુકાનમાં સોહનલાલ ડુંગરલાલ ગોેધરાએ પોતાના કબજાની દુકાનમાં ગેરકાયદે રીતે કોમર્શીયલ ગેસના અલગ અલગ કંપનીના બાટલા રાખ્યા હતા, તથા પોતાની દુકાનમાં કોઈપણ પ્રકારનું લાયસન્સ ન મેળવી ગેરકાયદેસર રીતે બાટલા રાખી મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલાનું રીફીલીંગ કરવામાં આવતું હતું, જેનાથી ગ્રાહકોનો જીવ જોખમમાં મુકવામાં આવ્યો હતો, તેમજ વધારે ભાવ વસુલવામાં આવતા હોઈ આ સ્થળેથી કોમર્શીયલ ગેસના ૪૪ હજારના રર બાટલા અને ૬ હજારના ત્રણ ભરેલા બાટલા, નળી, રેગ્યુલેટર વિગેરે મળી પ૧,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બાટલા ગાંધીધામના ચિરાગ પ્રજાપતિએ આપ્યા હોવાનું સામે આવ્યું છે, જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.