ભુજની આર.ડી.વરસાણી સ્કૂલ,ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો‌

0
56

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર.ડી.વરસાણી સ્કૂલ,ભુજ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો‌ હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના અનુસંધાને યોજાયેલી દોડને લીલીઝંડી આપી હતી.

સૌએ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.