પૂર્વ ક્ચ્છમાં જીપીસીબી અધિકારીનો ધૂમ ભ્રષ્ટાચાર : સુનાવણીમાં પોલમપોલ : પ્રદુષણકારોને છુટોદૌર.!

0
34

  • અધિકારીએ જ કન્સલટન્સી શરૂ કર્યાની ચકચાર

લોકસુનાવણીના નીતી-નિયમોને નેવે મુકી, ઘરઘરાઉ સુનાવણીઓ કરી, લોકોને-સ્થાનિક પ્રજાજનોને અંધારામાં રાખીને સતત કરવામાં આવી રહી છે હીયરીંગ : વાયુ-જળ પ્રદુષણ ઓકતી કંપનીઓના દલાલ બનીને જીપીસીબી અધિકારી ફરતા હોવાનો ગંભીર વર્તારો

હાલમાં કચ્છમાં આગામી ર૦મી સુધીમાં અલગ-અલગ કંપનીઓની પાંચથી વધુ કંપનીઓની હિયરીંગ યોજનારી છે પરંતુ બધુય ગુપચુપ રીતે જ આટોપાતું હોવાની ફરીયાદ : જીપીસીબી તંત્ર કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગીને સુનાવણી યોજવાના મનસુબા ધરાવતી હોવાનો વર્તારો : કંપનીઓથી ગજવા ગરમ કરી લઈ જીપીસીબી તંત્ર સ્થાનિક

જે ગામમાં સુનાવણી યોજવાની છે તે ગામમાં ઢોલ ફેરવવા, ગ્રામ પંચાયતને અવગત કરવા, જાહેરખબર સમય આપવી, આ બધુ જ કરવાથી આસપાસના લોકો જાગૃત બને તેવા સરકારના નિયમોની જીપીસીબીના રાજેશ પરમાર દ્વારા થાય છે સદંતર અનદેખી : તલાટીના બદલે સરપંચને શા માટે સુનાવણીના પત્રો અપાય છે? નિયમ અનુસાર તલાટીને આપવાના હોય છે? તો આ જીપીસીબી અધિકારી સરપંચોને અવગત કરીને શું ગોઠવણીઓ કરે છે..?

ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર પ્રજાહિતના એનકવીધ રાહતરૂપ નિર્ણયો લઈ રહી છે પરંતુ આ જ સરકારી કચેરીઓના બાબુઓ સરકારના સારા ઉદેશ્યને પોતાની ભ્રષ્ટ નીતીરીતીઓ પોષવાના મલિન હેતુસર પાણી ફેરવી દેતા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ રાજયના પ્રદુષણ બોર્ડની કચેરીઓનો બરાબરનો ઉધડો લઈ અને વાયુપ્રદુષણમાં આ કચેરીઓ જરા સહેજ પણ કડડકાઈથી કાર્યવાહી કરતી ન હોવાની લાલઆંખ કરવામાં આવી હતી તે વચ્ચે જ કચ્છમાં પૂર્વ વિભાગમાં આવેલી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી અને તેના પ્રદુષણ વિભાગના અધિકારી હાલમાં ફરીથી વિવાદના ઘેરામાં આવવા પામી રહ્યા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે.તાજેતરમાં જ પૂર્વ કચ્છમાં એક સાથે યોજાયેલી ત્રણથી વધુ કંપનીઓની હિયરીંગ આ પ્રદુષણ અધિકારીએ જાણે કે ઘરની ધોરાજી હોય તેમ એકાએક જ રદ કરી દેતા ભારોભાર હોબાળો મચી જવા પામ્યો હતો. આ અધિકારી દ્વારા કંપનીઓને જે કાંઈ પણ હરરાજીઓ યોજવામાં આવે છે તેમાં મોટા ભાગે કુલડીમાં ગોળ ભાંગી અને કંપનીઓની તરફેણમાં જ કામ કરાઈ રહ્યુ છે બીજા શબ્દોમાં કહીએ તો કંપનીના દલાલ બનીને જ વર્તાતુ હોય તેવી ફરીયાદો ભોગગ્રસ્ત વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદુષણ બોર્ડ પૂર્વ કચ્છ વિભાગ અને તેના અધિકારીની સામે ઉઠતી ચર્ચાઓ અને ફરીયાદો અનુસાર તેઓ સરકારના અને પ્રજાહિતમાં ઓછુ અને ખુદના ગજવા ગરમ કરવચા અને કંપનીના હિતો સાચવવાની દીશામાં વર્તતા હોય તેમ દર્શાઈ રહ્યુ છે. મોટાભાગની સુનાવણીઓને માત્ર ઔપચારીકતાઓ જ બનાવાતી હોય તેમ લોકોને જાણ ઓછી થાય અને કાગળીયાઓ ચિતરાઈ જાય અને સુનાવણી થઈ ગયાનુ બતાડી દેવાય તે અનુસાર આ અધિકારી અને કચેરી વર્તતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. કહેવાય છે કે, નિયમ અનુસાર જે સ્થળે સુનાવણી જે કંપનીની યોજાવવાની હોય તેની જાહેરખબરો પેપર-ટીવીમાં આપવાની થતી હોય છે જેથી જે કેાઈને પણ તેની સામેના વાંધાઓ હોય તે સુનાવણી દરમ્યાન બરાબર રજુ કરી શકાય. આ ઉપરાંત ગામમાં પણ સ્થાનિકે ઢોલ વગાડીને અને સુનાવણીની જાણ લોકોને કરવાની થાય છે. તેની સાથે જ રીક્ષા પણ સબંધિત વિસ્તારોમાં ફેરવી સુનાવણી છે, કંપની આવી રહી છે, તેની સામે વાંધાઓ રજુ કરવા સૌ કોઈએ હાજર રહેવા સહિતની
જાગૃતી આપવાની થતી હોય છે. જે વિસ્તારમાં કંપની આવતી હોય તે વિસ્તારની ગ્રામ પંચાયતને પણ લેખિતમાં જાણ કરવાની હોય છે અને ખાસ કરીને તલાટીશ્રીને આ બાબતે જાણ કરવાની થાય છે. પરંતુ આ અધિકારી દ્વારા આવું કઈં જ વલણ અપનાવવામાં આવતુ ન હોવાથી તેમની ભૂમિકાઓ વીશેષ શંકામાં આવી રહી છે. આ ઉપરાંત સબંધિત અધિકારી સામે તો એવો પણ આક્ષેપ રજુઆત કરનારાએ કર્યો છે કે, આ અધીકારી સરકારના પ્રતિનિધિના બદલે જે-તે કંપનીઓની સાથે ખુદના જ કન્સલટન્સીના ઠેકાઓ રાખી રહ્યા હોવાનુ ચર્ચાય છે. સુનાવણી યોજાવવાની હોય તે કંપની પાસેથી મંડપ, પાણી, સાઉન્ડ સહિતના કામોના ઠેકા સીધા અથવા તો પરોક્ષ રીતે કમિશન બેઝ પર વર્તમાન પૂર્વ કચ્છ જીપીસીબી અધિકારી ખુદ જ ધરાવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. તપાસ કરવામાં આવશે તો ખ્યાલ આવી શકશે કે, આ કામ પેટેના કન્સલટન્ટ જુના હતા તેમને ફેરવી દેવાયા છે? શા માટે આ કન્સલટન્ટની જગ્યાએ એકા એક જ બીજાને લાવવાની જરૂર પડી છે? તપાસ કરવામાં આવશે તો જીપીસીબી કચેરીના બીજા પલળેલા તત્વો સુધી પણ રેલો લબાંય તેમ જાણકારો માની રહ્યા છે. વિચાર કરો, આવા ધંધાઓ જે સરકારી અધિકારી રાખતા હોય અથવા તો કરતા હોય તે કંપનીની સામે સરકારી નિયમો અનુસાર શું કાર્યવાહી કરવાના હતા જ ખરા?બીજીતરફ આ બાબતે પૂર્વ કચ્છ જીપીસીબીના અધિકારી શ્રી રાજેશ પરમારને પુછતા તેઓએ ગોળમટોળ જવાબો આપી અને નીયમોનુ પાલન થતું જ હોવાનુ કહ્યુ હતુ, તલાટીઓને જો જાણ ન થતી હોય તો સરપંચ અને ગ્રામ પંચાયતને પણ કરવામાં આવી જ રહી હોવાનુ તેઓએ કહી અને ખુદ જ પરોક્ષ સ્વીકાર કરતા હોય કે, તલાટીને આવી માહીતીઓની સીધી જાણ કરવાની કેાઈ જ જરૂર રહેતી નથી તેમ પણ જણાઈ આવ્યુ હતુ. અહી નોધનીય છે કે, સરપંચને નહી પણ તલાટીને લેખિતમાં સુનાવણીની જાણ કરવાની હોય છે તે પણ આ અધિકારીને યા તો ખબર નથી અથવા તો પછી તલાટીની જાણમાં બાદબાકી કરીને જ અહી કુલડીમાં ગોળ ભાંગવા સમાન હરકત આદરાતી હોય તેમ દેખાય છે. ઉપરાંત
શ્રી પરમારે કહ્યુ હતુ કે, બાકીના બધાય આક્ષેપો તથ્યવીહીન છે. સુનાવણીઓના તમામ તલસ્પર્શી અહેવાલો
ગાંધીનગર કચેરી કક્ષાએ મોકલાય જ રહ્યા છે.