UPના પૂર્વ CM કલ્યાણસિંહના નિધનની અફવા ઉડી

image description

SGPGI એ સ્થિતિ અંગે માહિતી આપી :પીએમ મોદીએ જાણ્યા હાલ

(એજન્સી દ્વારા) લખનૌઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ઉડ્યા બાદ લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ એ મેડિકલ બુલેટિન બહાર પાડ્યું. હોસ્પિટલે જણાવ્યું કે પૂર્વ સીએમ કલ્યાણ સિંહની હાલત પહેલા કરતા સારી છે અને તેમનું બ્લડ પ્રેશર અને હાર્ટ બીટ પણ સામાન્ય છે. સીનિયર ફેકલ્ટીની દેખરેખમાં થઈ રહી છે સારવાર. હોસ્પિટલ તરફથી બહાર પડેલા એક નિવેદન મુજબ ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં દાખલ કલ્યાણ સિહની હાલાત હાલ સારી છે. તેઓ હેમોડાયનામિક રીતે સ્થિર છે અને તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે તેમની સારવાર સીસીએમ, કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, એન્ડોક્રિનોલોજી અને નેફ્રોલોજીના સીનિયર ફેકલ્ટીની દેખરેખમાં થઈ રહી છે.અત્રે જણાવવાનું કે કલ્યાણ સિંહને હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ ૩ જુલાઈના રોજ લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ગંભીર હાલાત જોતા ડોક્ટરોએ તેમને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા.