RSS માનહાની કેસ : રાહુલ કોર્ટમાં પેશ

ર૦૧૪ની ચૂંટણીમાં વિવાદસ્પદ નિવેદન મુદ્દે માનહાનિ કેસમાં રાહુલ સામે ઘડાયા આરોપ : રાહુલે કોર્ટમાં કહ્યું “હું નિર્દોષ છું” : મારા ૫ર લાગેલા આરોપનો સ્વીકાર-ટ્રાયલ માટે હું તૈયાર : રાહુલનો એકરાર

 

મુંબઈ : વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસ બાબતે વિવાદસ્પદ ટીપ્પણી કરી હતી. જે અનુસાર મહાત્મા ગાંધીની હત્યા પછવાડે આરએસએસનો હાથ હોવાનો આરોપ તેઓએ લગાવ્યો હતો અને આ વિષયને લઈ અને આરએસએસના જ રાજેશ ફુંટેએ રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કર્યો હતો જે કેસમાં આજ રોજ ચાર્જ ફ્રેમ થવા, ટ્રાયલ શરૂ કરવી, રાહુલે પુરાવાઓ આપવા સહિતના મામલેની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર હોવાથી રાહુલ ગાંધી આજ રોજ મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.