રૂ. ૨૯.૬૩ કરોડ નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત કચ્છ જિલ્લામાં આરોગ્ય હેઠળ ફાળવણી કરાયા

0
24

નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત કચ્છ જિલ્લાના તાલુકા વાઈઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,શહેરી આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર તથા NHM(નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ) માં આવતી તમામ યોજનાઓ તેમજ કાર્યક્રમોના ખર્ચ માટે કચ્છ જિલ્લા પંચાયતે દિવાળી પહેલા રૂ. ૨૯.૬૩ કરોડ (અંકે ઓગણત્રીસ કરોડ ત્રેસઠ લાખ બ્યાશી હજાર ચારસો ચુમાલીસ ) ની ફાળવણી તાલુકા કક્ષાએ કરવામાં આવી છે,દિવાળી સમય પહેલા ફાળવેલ રકમમાંથી નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ (NHM )માંથી ચાલતા પ્રોગ્રામ તથા યોજનાઓ જેમકે જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, NCD, મેલેરિયા વગેરે યોજનાઓના લાભાર્થીઓના ચુકવણા કરવામાં આવશે, દિવાળી પહેલા આશા વર્કર તરીકે કામ કરતી બહેનોના મળતા લાભો સમયસર મળી જશે.હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કર્મચારીઓ સાથે NHMમાં ફરજ બજાવતા બધાજ કર્મચારીઓના ભથ્થા અને પગાર સમયસર ચુકવાઈ જશે દિવાળી પહેલા ફાળવેલ ગ્રાન્ટથી જિલ્લાના તમામ NHM અતંર્ગત આવતી યોજનાઓના લાભાર્થીઓને પણ સમયસર ચુંકવણા થઇ જશે એમ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢ્ક જિલ્લા પંચાયત, ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.