રોટરી ક્લબ ગાંધીધામ દ્વારા શપથવિધિ સમારોહ ઉજવાયો

ગાંધીધામ : ગાંધીધામ રોટરી ક્લબનો શપથગ્રહણ સમારોહ રમાડા હોટલ ખાતે યોજાયો હતો. સૌ પ્રથમ વર્ષ ર૦ર૧-રરના ડી. ગવર્નર રો. અશોક મંગલનું સ્વાગત કરાયું હતું તેમજ એ.જી. રો. ધર્મેન્દ્ર ઠક્કર, રો. જુગલ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વર્ષ ર૦ર૦-ર૧ના આઈપીપી રો. ઘેલાભાઈ આહિર દ્વારા દરેક રોટેરીયન મિત્રોને આવકારવામાં આવ્યા હતા તેમજ રોટરી ક્લબના વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપવામાં આવી હતી. ર૦ર૦-ર૧નું વર્ષ ખૂબજ કઠીન પસાર થયું, પરંતુ મનમાં કાંઈક સત્કાર્ય કરવાની ઝંખના તથા દરેક રોટેરીયન મિત્રોનો સાથ-સહકાર મળવાથી ક્લબને સારી રીતે આગળ વધારી શક્યા. રોટરી ક્લબના મંત્રી રો. રોહિત હડિયા દ્વારા આખા વર્ષના પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે રોટરી ફોરેસ્ટ તેમજ કોવિડ-૧૯ અત્યારે કોરોનાની વચ્ચે કોવિડ હોસ્પિટલ આપણી શક્તિ અનુસાર તેમજ તમામ દિલેર દાતાઓના સહયોગથી આપણે કરી શક્યા. વર્ષ ર૦ર૧-રર માટે નવનિયુક્ત પ્રમુખ રો. બાબુભાઈ હુંબલના શપથ ડી. ગવર્નર રો. અશોક મંગલ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા તેમજ મંત્રી તરીકે રો. રોહિત હડિયાને શપથ આપવામાં આવ્યા હતા. તમામ રોટેરીયન મિત્રોએ એમને આવકાર્યા હતા.
ગાંધીધામના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ રો. બાબુભાઈ ભીમાભાઈ હુંબલે પોતાની સમાજ પ્રત્યેની ભાવનાને હંમેશા અગ્રસ્થાન પર ગણી તેમણે આવનારા વર્ષમાં પોતાની યથાશક્તિ મુજબ રોટરી ક્લબના દરેક પ્રોજેક્ટો માટે સદાય તત્પર રહીશ તેમજ સંસ્થાના કામો માટે આગળ રહીશું તેવી ભાવના વ્યક્ત કરી હતી તેમજ રોટરીના કોઈપણ પ્રોજેક્ટ કરવા માટે તમામ રોટેરીયનોને ખૂલ્લા મને આવકાર્યા હતા. ત્યારબાદ રોટરી ક્લબ ર૦ર૧-રરના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટીમના દરેક રોટેરીયન મિત્રોના શપથ ડી. ગવર્નર રો. અશોક મંગલ દ્વારા આપવામાં આવ્યા હતા.તમામ સભ્યોના શપથ લેવડાવ્યા બાદ ગાંધીધામ રોટરી ક્લબમાં નવા સભ્યો જોડવામાં આવ્યા હતા. તેમના શપથ રો. ધર્મેશ ઠક્કર (એ.જી.) દ્વારા લેવડાવવામાં આવ્યા હતા તેમજ ગાંધીધામ રોટરી માટે ડી.જી. અશોક મંગલે ખૂબજ સરાહના કરી હતી. તેમણે પોતાને પ્રમુખનું સ્થાન આપ્યું તે બદલ ઋણી રહીશ તેવી ભાવના વ્યક્ત કરી હતી. અંતમાં દરેક મિત્રોને વોટ ઓફ થોનલી રોટેરીયન રોહિત હડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું.કચ્છ આહિર સમાજના આગેવાનો શિવજીભાઈ આહિર, જખાભાઈ હુંબલ, કચ્છ મચ્છોયા આહીર સમાજ કન્યા વિદ્યામંદિરના પ્રમુખ કિરણભાઈ ખટારિયા, બાબુભાઈ ડાંગર ગાંધીધામ ચેમ્બર્સના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા તથા આહિર સમાજના આગેવાનો દ્વારા હાજરી આપી સન્માન કર્યું હતું.
ક્લબના પ્રમુખ બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે, નવા પ્રોજેક્ટ વિશે જાહેરાત કરી હતી સાથો સાથ ક્લબના કોઈપણ મેમ્બર્સ નવા પ્રોજેક્ટ પ્રમુખના ધ્યાનમાં લાવશે તેમણે આવકારવામાં આવશે. સંપૂર્ણ સહકાર સાથે તે પ્રોજેક્ટને પણ સફળ બનાવશું તેવી પ્રમુખે લાગણી વ્યક્ત કરી હતી.