ઢોરીના શખ્સની પત્ની રીસામણે જતા ગળેફાંસો ખાધો

0
32

લખપતના જુમારાની યુવતિએ સારવાર વેળાએ દમ તોડયો

ભુજ : તાલુકાના ઢોરી ગામે રહેતો શખસ કોલકતાથી પરણયો હતો, જેની પત્ની રીસામણે જતા મનમાં લાગી આવતા ગઈકાલે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. ઈબ્રાહીમ રમજાન સમેજા કોલકતાથી પરણયો હતો જેની પત્ની રીસામણે ચાલી જતા તેને મનમાં લાગી આવતા તેણે સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં મનમાં લાગી આવતા પોતાના ઘરે પંખામાં લટકી ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણયો હતો.લખપત તાલુકાના જુમારા ગામે રહેતી યુવતિએ સાતેક દિવસ પુર્વે ઝેરી દવાની બોટલમાં પાણી પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી. ૧૯ વર્ષીય શેરબાનુ ઈસ્માઈલ નોતીયાર ગત ર૦મીએ ખેતરમાં પાક છાંટવાની ઝેરી દવાવાળી બોટેલમાં પાણી ભરીને પી લેતા ઝેરી અસર પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી જયાં છ દિવસની સારવાર બાદ અંતીમ શ્વાસ લીધા હતા.