બોર્ડ નિગમોમાં નિમણુક મળવાના ફરી ભણકારા : કચ્છમાંથી કોની દિવાળી સુધરશે? તર્ક થયા તેજ

0
39

કચ્છમાંથી પણ જેની ટિકિટ કપાવવાની નિંશ્ચિત હશે તેવા અનુભવી મોભીઓની સેવા બોર્ડ-નિગમોમાં લેવાઈ શકે છે : ઉપરાંત માંડવી-વાગડ-ગાંધીધામ-ભુજ સહિતના પટ્ટામાથી પણ કાર્પોરેશનમાં ગોઠવાઈ જવાને માટે સબંધિતોએ ફરી લોબીંગ-એડી ચોટ્ટીના જોર લગાવાવનું શરૂ કર્યાનો વર્તારો

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયભરના પ૦થી વધુ નેતાઓની દિવાળી પહેલા નીમણુકો કરવાની આંતરીક કવાયત હાથ ધરાયાની જે.પી.નડ્ડા-બી-એલ.સંતોષના મેરેથોન ગુજરાત પ્રવાસ બાદ દિલ્હી પહોંચતાની સાથે જ મોદી-શાહ દ્વારા ગુજરાતમાં બોર્ડ-નિગમોના મામલે સુચનો કરી દેવાયાની અટકળો

કાર્યકરો – નેતાઓને રાજી કરવા અને ટિકિટ વ્હેંચણીનો સંભવિત અસંતોષ દુર કરવા નિમણુકોની લ્હાણી કરાશે – નિમણુંકોમાં બી એલ સંતોષ-ભુપેન્દ્ર યાદવની ભૂમિકા રહેશે ચાવીરૂપ – અસંતોષ-વિરોધ વંટોળ ઠારવા નિમણુકો પર દિલ્હીથી મોદી-શાહની રહેશે સીધી નજર – સી આર પાટીલની ટીમ દ્વારા પ૬ જેટલા બેાર્ડ-નિગમોમાં નિમણુકો માટેની યાદીને અપાઈ ગયો અંમિત ઓપ – જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ સહિતના કોર્પોરેશનમાં અપાશે નિમણુકં

પૂર્વ કચ્છમાં પોતાને નેતા ગણનાર-ટિકિટમાં એક નહી બધે પોતાનું નામ નોધાવતા ફરતો નેતા ફરી ગેલમાં, આ તો ભલુ થજો કે ગાંધીધામમાં અનુસુચિત જાતીની બેઠક હોવાથી અહી ટિકિટ આ બની બેઠેલા નેતા નથી માંગતા પણ આ નેતાએ બધે પોતાની દાવેદારી તો રાખી જ, હવે બોર્ડ નિગમમાં પણ કચ્છમા તેના સીવાય કોઈ અન્ય સેવાભાવી ભાજપમાં છે જ નહી..એટલે ટિકિટોમાં તો આ મહાશય મોઢું ધોઈને બેઠા જ રહે છે, હવે બોર્ડ નિગમમાં પણ ખુદની દાવેદારી રાખી રહ્યા છે…!

ગાંધીધામ : ગુજરાતના રાજકારણમાં હવે આંતરીક રીતે હલચલ વધારે તેજ બનેલી જોવાઈ રહી છે. મોદી-અમિતશાહ સહિત ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓ હાલમાં જ મેરેથોન પ્રવાસ ગુજરાતનો ખેડી ગયા છે. આ પ્રકારના નેતાઓની ઉપરાછાપરી મુલાકાતોના દોરની સાથે જ હવે લાંબા સમયથી પડતર રહેલ બોર્ડ-નિગમોમાં પણ નિમણુકોનો દોર હાથ ધરાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. કહેવાય છે કે, ભાજપ દ્વારા પ૦થી વધુ મોભીઓને નિમણુકો આપી અને દિવાળી સુધારી શકે છે ત્યારે કચ્છમાથી કોનો સમાવેશ થશે? તેની લઈને પણ અટકળો તેજ થવા પામી ગઈ હોવાનો વર્તારો જોવાય છે. જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન સહમંત્રી બી એલ સંતોષ, ભુપેન્દ્ર યાદવ સહિતના નેતાઓએ ગુજરાતનો પ્રવાસ ખેડયાની સાથે જ મોદી અને શાહે પણ વારાફરતી માદરે વતનની એક યા બીજી રીતે મુલાકાતો સતત લીધી છે. મોદીજી આજે પણ ગુજરાતમાં છે અને અમિતભાઈ ૧ ઓકટો.ના ફરીથી ગુજરાત આવી રહ્યા છે. લાગી રહ્યુ છે કે, આ બન્ને નેતાઓ ગુજરાતમાં ચૂટણી પહેલા કોઈ જ અધુરાશો રાખવા ઈચ્છજતા નથી. અને હવે તેના ભાગરૂપે જ બેાર્ડ નિગમોમાં ચેરમેનથી લઈ અને ડીરેકટર પદ સુધીની જગ્યાઓ ભરવામાં આવી શકે છે. કહેવાય છે કે, શ્રી નડ્ડા અને સંતોષ ગુજરાતનો પ્રવાસ ખેડીને દિલ્હી પરત પહોચતાની સાથે જ તેઓ બન્નેને હાઈકમાન્ડ કક્ષાએથી ગુજરાત એકમને બોર્ડ-નિગમોને લઈને કવાયત હાથ ધરવાની સુચનાઓ અપાઈ ગઈ હોવાનુ મનાય છે. જેના પગલે જ ગુજરાતના પ્રદેશ સંગઠને પણ ચુંટણીને ધ્યોન રાખીને પદને પાત્ર આગેવાનોની નામોની યાદી બનાવી હોવાનુ મનાય છે. જાણકારોની વાત માનીએ તો ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ઓકટોબરના અંત સુધીમાં દિવાળીના તહવાર પહેલા બેાર્ડ-નિગમોમાં પ૦થી ૭૦ જેટલા નેતાઓને સ્થાન આપવામાં આવી શકે છે તેમ મનાય છે. આવામાં કચ્છમાં પણ રાજકીય વિશ્લેષેકાની ચર્ચાઓ તેજ બની રહી હોવાનુ કહેવાય છે. મનાઈ રહ્યુ છે કે, જે મોભીઓની ટીકીટોમાં દાવેદારી હશે, યોગ્ય હશે છતા પણ ટિકિટ નહી ફાળવી શકાય તેવાઓને બેાર્ડ-નિગમમાં સાચવી લેવાની નીતી અપનાવાય તેમ ચર્ચાય છે. કચ્છમાં પણ વાગડ-ભુજ-ગાંધીધામ-માંડવી સહિતના ક્ષેત્રોમાં કઈક મોભીઓ-આગેવાનો સારા અને કશવાળા બોર્ડ-નિગમોમાં ગોઠવાઈ જવા મોઢું ધોઈને બેઠા હોવાનુ મનાય છે. હવે આ સખળડખળ સામે આવવા પામી જતા કચ્છના કેસરીયા રાજકારણમાં આંતરીક રીતે ફરીથી ગતિવિધીઓ આ દેશમાં વધી હોવાનો સિનારીયો જોવાઈ રહ્યો છે.