ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા હોદ્દેદારોની કરાઈ વરણી

0
38

ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી હતી. એપીએમસીના ચેરમેન પદે લોરિયાના હઠુભા ભાણજીભા જાડેજાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. તેઓ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. એપીએમસની વાઈસ ચેરમેન પદે અજીતભાઈ ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એપીએમસીની તમામ ડાયરેકટરોની ઉપસ્થિતિમાં વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને એપીએમસીના તમામ ડાયરેકટરો અને કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન હઠુભા જાડેજાએ જણાવ્યું હતું કે, એપીએમસીની ગત હોદ્દેદારો દ્વારા ખેડૂતો અને વેપારીઓના અનેક કામો થયા છે. આવનારા દિવસોમાં પણ ખેડૂતો અને વેપારીઓ સાથે સંકલન જાળવી રખાશે. અને અધુરા કામોને વહેલી તકે પુરા કરવાનો પ્રયાસ કરાશે. આ પ્રસંગે તેમણે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ અને પાર્ટીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.