ભુજમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી રૂપી રાવણનું કરાયું દહન

0
38

ભુજ : આસુરી શક્તિ પર દેેવી શક્તિના વિજયના ઉત્સવ એવા વિજયાદશમી નિમિત્તે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરીને મોંઘવારીના દસ મુદ્દાઓ રૂપી રાવણનું દહન કરાયું હતું.

આ અંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દશેરાના દિવસે જેમ ભગવાન રામે રાવણનો તેમજ મા દુર્ગાએ મહિસાસુરનો વધ કર્યો હતો. આજે ભાજપની સરકારમાં દિવસને દિવસે મોંઘવારી રૂપી રાવણ મોં ફાડીને ઉભો છે ત્યારે કોંગ્રેેસ દ્વારા વિવિધ દસ મુદ્દાઓ રૂપી રાવણનું પુતળુ બનાવી તેનું દહન કરાયું હતું.

આ વેળાએ એચ.એસ. આહિર, અશરફ સૈયદ, અમીષ મહેતા, ધીરજ રૂપાણી, સહેજાદ સમા, હાસમ સમા સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.