રોયલ્ટી વગરની રેતી પરિવહન કરતો રતીયાનો શખ્સ પકડાયો

0
34

ભુજઃ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ચોરીની પ્રવૃતિ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડી હતી. પીઆઈ એચ.એમ. ગોહિલે જણાવ્યું કે, નખત્રાણાના મેડીસરથી ડમ્પરમાં આધાર પુરાવા વગરની રેતી ભરીને ટ્રક હરીપર ગામે ખાલી કરવા આવે છે, તેવી બાતમીના આધારે ડમ્પરને રોકાવી તેના ચાલક રતિયાના ગની સિધિક નોડેને પુછતા રેતી બાબતે કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. જેથી આ રેતી ચોરાઉ હોઈ એ ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરી 4 હજારની રેતી અને 5 લાખનું ડમ્પર નં. જીજે 24 વી 8352 વાળુ કબ્જે કરવામાં આવ્યું હતું.