રથયાત્રાની તૈયારીઓ તેજ

image description

રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા : સમગ્ર રૂટનુ પ્રદિપસિંહ કરશે નિરિક્ષણ

અમદાવાદ : અમદાવાદ શહેરની પરિક્રમાએ ભકતજનોને દર્શનાર્થે દર વર્ષે નીકળતી રથયાત્રાને સરકાર તરફથી મંજુરી
આપવામાં આવી છે. આ ૧૪૪મી રથયાત્રાને લઇને આજે સવારે રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના ટ્રસ્ટી તથા પોલીસ તત્રં દ્રારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ હતુ.કોવીડ ૧૯ ના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા નીકળવાની છે ત્યારે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્રારા કોવીડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી યાત્રા તથા પોલીસ તત્રં દ્રારા કરાયેલ સુરક્ષા બંદોબસ્તનું પ્રેઝન્ટેશન પણ નિહાળયુ હતુ. ત્યારબાદ યાત્રા જે રૂટ પર નીકળવાની છે તે રુટ પર સરસપુર અને દરિયાપુર એમ બે સ્થળોની જાત-મુલાકાત સહિત સમગ્ર રુટનું નિરિક્ષણ પણ કરેલુ. ગૃહ રાજ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ રૂટ નિરિક્ષણમાં જોડાયા હતા.