ભુજ આશાપુરા મંદિરે રવિવારે રપમો સૂવર્ણકળશ પાટોત્સવ મહાયજ્ઞ યોજાશે

0
22

ભુજ : શહેરના આશાપુરા મંદિરે શરદપૂર્ણિમાના દિવસે રપમો સૂવર્ણકળશ પાટોત્સવ મહાયજ્ઞ યોજાશે. તા.૯-૧૦ને રવિવારે સવારે ૯ વાગ્યે ગણપતિ પૂજન, ૧૦ વાગ્યે મા આશાપુરા પૂજન, ૧૧.૩૦ વાગ્યે મહારાણી પ્રિતીદેવીના હસ્તે ધ્વજ પૂજન, બોપરે ૧ર વાગ્યે કેતનભાઈ ગોહિલના સથવારે મહાઆરતી. ત્યારબાદ બપોરે. ૧ર.૪પ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તમામ ધાર્મિકવિધિ રાજપંડિત શાસ્ત્રી તેજસકુમાર જાેષી કરાવશે.
પૂજાના મુખ્ય યજમાન પદે ઈન્દ્રજીતસિંહ જાડેજા પરિવાર, સુરેશ ઠક્કર, વત્સલ સોની, નિશાંત ઠક્કર, જાેરાવરસિંહ રાઠોડ, સુરેશ રામાણી, જગદીશકુમાર રાજગોર, ચિંતન ઠક્કર, જે.કે. મેઘનાની, હરેશ કતિરા, હિતેન સોલંકી, જટુભા ચનાણી, બાબુભાઈ રેલોન, ભૌમિક વચ્છરાજાની પરિવાર રહ્યો છે તેવું ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.