કોંગ્રેસ આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં 2/11ના રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અંજાર અને ભચાઉમાં ઉપસ્થિત રહેશે

0
30
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત પરિવર્તન સંકલ્પયાત્રાનો પ્રારંભ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝાજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી લલીતભાઈ કગથરા. તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં જિલ્લા મથક ભુજ મતે ભવ્ય રેલી સાથે આશાપુરા મંદિર ભુજથી પ્રારંભ કરાયો હતો ત્યારબાદ આ યાત્રા ટાઉનહોલમાં સભામાં ફેરવાઈ ગઈ ત્યારબાદ માંડવી તથા મુદ્રા થી ગાંધીધામ જવા રવાના થઈ ત્યારબાદ તારીખ 2/11/22 બુધવારના અંજાર તથાભચાઉ મધ્યે યાત્રા દરમિયાન રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાઈ કોંગ્રેસ પક્ષને આગામી વિધાનસભામાં વિજય બનાવવા તથા કોંગ્રેસ પક્ષના આઠ વચનો પ્રજા સમક્ષ લઈ જશે આ પ્રવાસ દરમિયાન પ્રદેશ મહામંત્રી શ્રી વી.કે. હુબલ તેમજ અંજાર ભચાઉ તાલુકા શહેરના પ્રમુખો સાથે મોટી સંખ્યામાં આગેવાનો જોડાશે આ યાત્રાના જિલ્લાકક્ષાથી સંકલન રામદેવસિંહ જાડેજા તથા ચેતનભાઇ જોશી સંભાળી રહ્યા છે 
ભચાઉ,રાપર તાલુકા તથા શહેરના આગેવાનો કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા તથા માનનીય શક્તિસિંહ ગોહિલજીની ઉપસ્થિતિ ને વધુ અસરકારક બનાવવા અપીલ કરી હતી એવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે