પૂર્વ કચ્છમાં પુનીયા-મેઘુભાના દારૂનું નેટવર્ક પુરજોશમાં :ખાખી કેમ અંધારામાં?

0
49

  • ધીરે..ધીરે..બોલ કોઈ સુનના લે..!

કચ્છમાં મોટાભાગના ધંધાઓ છે ઠપ્પ, પરંતુ વિનેાદ સીંધી અને પુનીયાના દારૂની હેરફેર છે બેફામ : વિનેાદ સીંધી દુબઈમાં દબોચાઈ જવા પામતા હવે તો પુનીયાને જિલ્લાભરમાં મળી ગયો છે છુટોદાર, રાપરથી લઈ અને પદ્વર સુધીના પટ્ટામા પુનીયાના દારૂના ધૂમ કટીંગ થતા હોવાની ચકચાર

પોલીસ ડ્રાયવરની ભૂમિકા પણ તપાસનો વિષય છે : કોના કહેવાથી પાયલોટીંગ કરે છે ?

આ રહ્યા પુનીયાના મોટા કટીંગ પોઈન્ટના સરનામા..!

ગાંધીધામ : પુનીયો અને મેઘુભા જે દારૂના જથ્થાઓ મંગાવે છે તેના અલગ અલગ મોટા કટીંગ પોઈન્ટ બનાવેલા હોવાનુ ચર્ચાય છે. જેમાં

૧. દુધઈ-ધમડકા
ર. આડેસર પટ્ટાની આજુબાજુમાં
૩. રાપરના સીમાડાઓમાં
૪. પદ્વર પટ્ટામાં.

આ વિસ્તારોમાં જો કોઈ એજન્સી ક્રોસ રેઈડ કરશે તો કટીંગ સમયે જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો બરામદ થવા પામી શકે તેવી વકી સેવાઈ રહી છે.

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપીશ્રી મહેન્દ્ર બગડીયાજીએ કાર્યભાર સંભાળતાની સાથે જ ધંધાવાળાઓને સ્થળ બદલવાની નોબત આવી ગઈ છે. તો વળી ખાખીના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વોમાં પણ ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોય તેમ કાયદો-વ્યવસ્થાની સ્થિતી અહી ખુબજ સુદ્રઢ બની જવા પામી ગઈ છે.દરમ્યાન જ બીજીતરફ આટઆટલ કડકાઈ બાદ પણ જયા મોટાભાગના ધંધાઓ ઠપ્પ છે ત્યાં પુનીયા અને માધુભાના દારૂના મોટા નેટવર્ક બેરોકટોક ચાલી રહ્યા હોવાનુ ચર્ચાય છે. પુનીયો અને માધુમા વાગડના રાપરથી લઈ અને પદ્વરસુધીમાં તેમનો માલ બેખોફીથી સેકડો પેટીઓ આજે પણ ઉતારી રહ્યા હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે.પુનીયો-માઘુભા આટલી મોટી માત્રામાં દારૂ મંગાવી રહ્યા હોય, અને વાગડથી લઈ અને ઠેર ઠેર તેના ખુલ્લેઆમ કટીંગ બેરોકટોક કરતા હોય તો શું સમજવુ? શુ સબંધિત પોલીસતંત્ર આ બાબતે અજાણ હોય તે વાત માની શકાય ખરી? પુનીયા-મેઘુભાના નેટવર્ક પુરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે ખાખી અંધારામાં હોવાની વાત પણ તર્કવિતર્કો ઉભા કરનારી જ બની રહી છે.

દુધઈ-ધમડકાથી લઈ અને વાગડપટ્ટા સુધીમાં બેનંબરી ધંધાઓનું વિશાળ સામ્રાજય ધરાવતો પીએમ કોણ ?

પુનીયાના દારૂના નેટવર્ક ઉપરાંત દારૂ-બેઝઓઈલ-આસપાસમાં આવેલી કંપનીઓમાંથી લોખંડના બીલ વગરના સળીયાઓ સહિતનાઓની પીએમના નેતૃત્વ તળે જ બેખોફ હેરફેર થતી હેાવાની ચર્ચા

પીએમના સામ્રાજયમાં એક અધિકારીના ડ્રાયવરની પણ છે મોટી ભુંડી ભૂમીકા : પીએમ દ્વારા દારૂને સાચવવા-સંગ્રહ કરવા વાડીઓમાં છુપા ટાંકાઓ બનાવ્યા, એટલું જ નહી આવી વાડીઓના રસ્તાઓમાં લગાવ્યા છે સીસીટીવી કેમેરા : અધિકારીના ડ્રાયવર-પીએમના ડ્રાયવર કોઈ પણ બેનંબરી માલની ગાડી આવે તો વાડી સુધી પાયલોટીંગ સહિતની આપે છે સુવિધાઓ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂ, બેઝઓઈલ અને અન્ય કોઈ પણ બેનંબરી ચીજવસ્તુઓ સંગ્રહવી, વેંપલો કરવા સહિતના મામલે રક્ષણ આપવા પાછળ પીએમ નામના શખ્સની મુખ્ય ભુમિકા ચર્ચામાં આવી રહી છે. કહેવાય છે કે, પુનીયાના પણ દુધઈથી ધમડકા સુધીના પટ્ટામાં જે દારૂનુ મોટુ કટીગ થવા પામી રહ્યુ છે તેમાં પણ આ પીએમનું જ રક્ષણ છે. આ વિસ્તારમાં આસપાસમાં પીએમ દ્વારા વાડીઓમાં ટાંકા બનાવાયા છે. ન માત્ર દારૂ બલ્કે અહી બેજએાઈલનો જથ્થો પણ સંગ્રહવાને માટે મોટા મોટા ટાંકાઓ બનવવામાં આવ્યા છે. આજ સુધીમાં આપણે કયાંય કાઈ પણ વાડી કે ખેતરોમાં સીસીટીવી કેમેરાઓ જોયા નથી પરંતુ પીએમ દ્વારા જે વાડીઓમાં દારૂ કે બેજઓઈલ જેવી વસ્તુઓ સંગ્રહવા માટે ટાંકાઓ બનાવાયેલા છે ત્યાં સીસીટીવી કેમેરાઓ પણ મુકવામાં આવ્યા છે. વાડીમાં સીસીટીવી કેમેરાની શું જરૂરીયાત છે? પરંતુ અહી તો જે માલ ગેરકાયદેસર રીતે વાડીમાં આવી રહ્યો છે ત્યા ટાંકાઓ પર કોઈ ત્રાટકવાનુ હોય, દરોડા પાડવાનુ હોય તો સીસીટીવી કેમેરામાં આગોતરી જાણ થઈ જાય, ઉપરાંત કોઈ રેકી કરવા આવ્યુ હોય તો તેની પણ ખબર પડી જાય તે માટે સીસીટીવી કેમેરા લગાડી દીધા છે. કહેવાય છે કે, આ વિસ્તારમાં-વાડીઓમાં એક અધિકારી અને તેના ડ્રાયવર અહી સેવા કરતા હતા અને રક્ષણ પુરૂ પાડતા હતા. કોઈ વાહન આવી જાય તો તેને વાડીમાં ટાંકા સુધી લઈ જવા માટે અધિકારીના ડ્રાયવર પાયલોટીંગ કરી અને ગાડી અંદર સુધી પહોચાડી આવતા હોવાનુ મનાય છે. આવીને આવી રીતે પીએમનો ખુદનો પણ એક ડ્રાયવર છે અને તેના ઈશારે જ આ બધા અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દારૂ કે બેઝઓઈલ જ નહી પણ પીએમ દ્વારા આસપાસમાં આવેલી કંપનઓમાંથી લોખંડના સળીયાઓ પણ બીલ વગરના જે નીકળે છે તે મોટાપાયે પીએમ કહે તેમ જ સગેવગે થઈ રહ્યો છે. હકીકતમાં પોલીસ સહિતનાઓ તપાસવાની જરૂર છે કે, આ વિસ્તારમાં બે નંબરી ધંધાઓનું મોટુ સામ્રાજય ધમધમાવતો આ પીએમ નામનો શખ્સ છે કોણ?