કચ્છમાં પુના-રામાના દારૂની ઠેર-ઠેર રેલમછેલ : પોલીસ કસ્ટડીમાંથી ૫ણ નેટવર્ક ચલાવતો હતો !

0
35

  • ખાખીના અમુક ભ્રષ્ટતત્વો ધ્યાને ન લે…!

અંજારમાંથી ઝડપાયેલા લાખોના દારૂના મુદ્દામાલ ટાંકણે ફરી ગર્ભિત ઈશારો : એસપીશ્રી બગડીયાના શાસનમાં મોટાભાગના ધંધાઓ છે ઠપ્પ, ધંધાર્થીઓ ઉતરી ગયા છે ભુર્ગભમાં અથવા તો સ્થળ બદલાવવા બન્યા છે મજબુર પરંતુ પુનો અને રામો તો પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે પણ ત્યાંથી દારૂના ઓર્ડરો પુરા કરતા હોવાની છે ચકચાર : પુનાના દારૂનો બધો જ વહીવટ રામો ડ્રાયવર સંભાળતો હોવાની છે ચકચાર

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી પદે શ્રી બગડીયાના આગમન બાદ મોટાભાગના ધંધાર્થીઓએ ઠામ બદલાવી જ નાખ્યા છે. ધંધાર્થીઓમાં જાણે કે ફફડાટ જ વ્યાપી જવા પામી ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ જવા પામી છે પરંતુ બીજીતરફ આજે પણ હજુય પુના-રામાના દારૂનો ધમધમાટ ધીકતો ધંધો ચાલી રહ્યો હોય તેવી ચર્ચાઓ તજ બની જવા પામી રહી છે. વાગડ પટ્ટાથી લઈ અને પૂર્વ કચ્છમાં ઠેર ઠેર પુનાના દારૂની ધૂમ ડીમાન્ડ રહેલી છે અને માંગો ત્યાં દારૂના જથ્થાઓ આ પુના તેના વહીવટદાર રામાની મદદથી પહોચાડી રહ્યો હોવાનુ કહેવાય છે. મનાય છે કે, આ પુનો એટલો બધો ફાટીને ફુલેકે ગયો છે કે, તે દારૂના નેટવર્કના ઠેકા પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે ત્યાંથી પણ બેઠો બેઠો દારૂનું સામ્રાજ્ય બેફામ પણે ચલાવતો હતો.આ મામલે જાણકારોની વાત કરીએ તો પોલીસ મથકોમાથી કે પછી જેલમાંથી પણ પુનો દારૂના નેટવર્કને બેખોફીથી તેના ફોન મારફતે ચલાવતો હોવાનુ ચર્ચાય છે. અને આ શખ્સોની સામે જેલમાથી પણ દારૂના ધંધાઓની બાતમીઓને લઈને ધમકીઓ અપાયેલી હોવાની પણ ફરીયાદો સત્તાવાર પોલીસ ચોપડે નોધાવવા પામી ચૂકી હેાવાનુ ચર્ચાય છે. વિચાર તો કરો કે પુનો અને રામાની જોડી કેટલી હદે દારૂના ધંધામાં વકરી ચૂકી છે અને બેખોેફીથી તેનુ દારૂનું સામ્રાજય ધમધમાવી રહી છે.પૂર્વ કચ્છમાં ફરીથી બુટગેરો માથુ ઉચકતા હોય તેમ પુનાએ તેનુ નેટવર્ક વ્યાપક બનાવીને દારૂ ઠાલવવાનુ શરૂ કરી દીધું હોવાનુ ચર્ચાય છે. પુનો એટલો શિરજોર બની ગયો છે કે, તેની સામે કેસ થયો અને પકડાયો તો જેલમાં બેઠા બેઠા તેના માટે ફોન સહિતની સગવડો થઈ ગઈ અને ત્યાથી દારૂ પહોચાડતો રહેતો હતો. અહી જણાવી દઈએ કે પોલીસ કસ્ટડી દારૂના વેપલા માટે જેટલી સેફ છે તેટલો બીજો કેાઈ વિસ્તાર નથી. કારણ કે, જયારે પણ પુછો એટલે કે, કહેશે કે પુનો તો જેલમાં છે, તેનો દારૂ કયાંથી આવતો હશે? એટલે કોઈને શંકા પણ ન જાય, પકડાવવાની બીક પણ નહી, અને દારૂનો ધંધો ધમધમાવતા રહો. આવો જ તાલ પુનો-રામો કરતા હોવાનું કહેવાય છે. હાલમાં પણ પૂર્વ કચ્છમાં અંજાર પાસે એલસીબીએ લાખોના મુદામાલ સાથે તગડા દારૂનો જથ્થો પકડી પાડયો છે. જાણકારો કહી રહયા છે કે, જો આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ થશે તો માલ પુના-રામાની ટોળકીનો જ હોવાની વાત બહાર આવવા પામશે. કારણ કે, કચ્છમાં હાલના સમયે વિનોદ સીંધી અને પુના-રામા સિવાય કોઈનો માલ આવતો જ નથી? આ બન્નેનો જ દારૂ મોટા પ્રમાણમાં ઠલવાતો હેાવાનુ ચર્ચાય છે. પૂર્વ કચ્છમાં હજુ તો એસપીશ્રી કડક છે એન ભારોભાર આવા ધંધાર્થીઓની સામે લાલઆંખ કરી રહ્યા છે તેમ છતા પણ છુટ્ટાછવાયા લાખોના દારૂ પકડાવવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અહી સવાલ એ થાય છે કે, આ પુના-રામાના દારૂના માલ નહી પકડાતા હોય તેનો આંક કયાં હશે? વીચાર માંગી લેતી વાત છે ને.?

પુના-રામાનું કચ્છમાં દારૂ વેપલાનું સેટીંગ તો જુઓ? કોઈને ખબર ન પડે!

ગાંધીધામ : કચ્છમાં દારૂ હાલમાં વિનેાદ સીધી અને પુના-રામાની ટોળકીનો જ મોટા પાયે આવી રહ્યો હોવાનુ કહેવાય છે. તેમાય હવે તો પુનાએ એવી પદ્વતીથી દારૂ મંગાવવાનુ ગોઠવ્યુ છે કે, માલ પકડાય તો લીંક શોધવી પણ કપરી બની રહે. ઓર્ડર મળે એટલે સપ્લાય ચેઈન એવી રીતે ગોઠવાય કે દારૂ લઈ આવનાર ડ્રાયવરને એક ઠામ(હોટલ)નુ સ્થળ જણાવી દેવાય, ત્યા આ ડ્રાયવર આખેઆખી ગાડી મુકીને જતો રહે, બીજો વ્યકિત ત્યાં આવે અને ગાડી લઈ અને સુચનાઓ મળે તે અનુસાર દારૂ પહોચાડે. એટલે લીકંમાં કોઈ એકબીજાથી કનેકટ જ ન રહે. એટલે અહી આગળની કોઈ લીંક જ ન ખુલે અને પુનો-રામા જેવાઓ આબાદ જ રહી જતા હોય છે.

પુના-રામા ને હદપાર કેમ નથી કરાતા?ભ્રષ્ટ ખાખીના કમાઉ સાધનો છે એટલે?

ગાંધીધામ : કચ્છમાં પુના-રામાનો ઈતિહાસ ચકાસવામાં આવશે તો તેમની સામે દારૂના કઈક કેસો થયેલા હોવાનુ ઉજાગર થવા પામી જશે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, આ બન્નેની સામે હદપાર-પાસા તળેની કેમ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? જાણકારો કહી રહ્યા છે કે, આ બન્નેને કચ્છથી પાંચ જિલ્લા દુર હદ પાર કરવાની કાર્યવાહી કદાચ એટલે તો નથી કરાતી ને કે, આ બન્ને પેાલીસના કમાઉ સાધનો છે?

પુના-રામા જેવા બુટલેગરોને છાવરનાર ભ્રષ્ટ ખાખીધારીઓ કોણ છે? તપાસ કરો

ગાંધીધામ : પુના-રામા જેવા બુટલેગરો એમને એમ ફાટીને ફુલેકે નથી ચડી જતા હોતા અથવા તો તેમનામાં જેલ કે પેાલીસ કસ્ટડીમાંથી પણ દારૂનો નેટવર્ક ચલાવવાની હિમંત નથી આવી જતી પરંતુ જરૂરથી કોઈને કેાઈ ભેજાબાજ ખાખીધારીઓ તેની મદદે કે ભાગબટાઈમાં સાથે જ રહેતા હોય છે. આ સિન્ડીકેટ એટલે જ મજબુત બની જતી હોય છે. અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ આવા બુટલેગરોને સહારો આપતા હોય તો તે કોણ છે? કારણ કે, પેાલીસ કયા વિસ્તારમાં ઓછી છે, અન્યત્રા રેાકાયેલી છે, કયો સાચો ટાઈમ છે કયા પોલીસ મથકે દારૂ ઉતારવાનો તે બધી જ માહીતીઓ આવા ભ્રષ્ટ ખાખીધારીઓ બુટલેગરોને આપી દેતા હોવાનુ મનાય છે.