જિલ્લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્તારર સિવાયના વિસ્તામરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લાગુ કરાયો

0
30

કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્‍યકિતઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્‍યકિતઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેંચી એકત્ર કરેલ ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે.

આથી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયના કોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં તેવું જાહેરનામાં જણાવાયું છે.

આ હુકમ જિલ્‍લાની તમામ નગરપાલિકાના વિસ્‍તાર માટે તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.