વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરાયું

0
38

સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ૧૦૦ બેડ સાથે સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં

અપગ્રેડેશન અંજાર તાલુકા માટે આર્શીવાદરૂપ – પૂર્વ રાજયમંત્રીશ્રી, ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજરોજ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી રૂા.૧૨૭૫ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે સરહદી કચ્છના અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતેથી અંજારના સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત સહિત રાજયના આરોગ્યક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, રાજયના કોઇપણ દર્દી અને તેના પરીવારજનોને કોઇપણ જાતની મુશ્કેલી ન અનુભવાય તે પ્રત્યે ગુજરાત સતત સરકાર ચિંતિત છે. ગુજરાતના વર્તમાન અને ભવિષ્યને બહેતર બનાવવા આરોગ્યક્ષેત્રને વધુ મજબુત કરવું જરૂરી હોવાથી આ દિશામાં પ્રયાસ જારી છે.

અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા વચ્યુર્અલી ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ રાજયમંત્રીશ્રી તથા ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંજારને અપગ્રેડ કરી ૧૦૦ પથારીની પેટા જિલ્લા હોસ્પીટલમાં રૂપાંતર કરવાના રાજય સરકારના નિર્ણયથી તાલુકાના લોકોની વર્ષો જુની માંગણી સંતોષાઇ છે. લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી હોસ્પીટલમાં તમામ પ્રકારની તબીબી સુવિધા આપવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર, ફસર્ટ ફલોર, એન્ટરન્સ પોર્ચ, ઓ.પી.ડી વેઇટીંગ, રજિસ્ટ્રેશન રેકોર્ડ રૂમ, ફાર્મસી સ્ટોર, જનરલ ઓ.પી.ડી, ઇજેકશન રૂમ, પીડઆટ્રીક સર્જરી ,સ્કીન ,ઇ.એન.ટી, ગાયનેક ,નેનેટોલોજી, ડર્મેટોલોજી, સાઇકીઆટ્રી, ઓપ્થોલ્મીક ઓ.પી.ડી, એકસ રે, સોનોગ્રાફી, સેમ્પલ કલેકશન રૂમ, ગાયનેક વોર્ડ, લેબર ડિપાર્ટમેન્ટ, ઇમરજન્સી વિભાગ વીથ ઇ.એન.જી, ઓ.ટી, પી.એમ રૂમની સુવિધાનો સમાવેશ કરવામાં આવશે.

આ ઉપરાંત ઓ.ટી કોમ્પલેક્ષ, મેલ વોર્ડ, ફીમેલ વોર્ડ, પોસ્ટ ઓપરેટીવ વોર્ડ, લેબ, બલ્ડ સ્ટોરેજ, ફીઝીયોથેરાપી વિભાગ, સ્પેશીયલ રૂમ, એડમીન ડિપાર્ટમેન્ટ , સ્ટોર રૂમ, સી.એસ.એસ.ડી, કેન્ટીન, કીચન અને ૧૦૦ પથારી સહિતની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ધારાસભ્યશ્રીએ તાલુકામાં થનારા અન્ય વિકાસકામોની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં અંજારના નગરપતિ લીલાવંતીબેન પ્રજાપતિ, સર્વશ્રી આગેવાન રાજીબેન હુંબલ, ભરતભાઇ શાહ, વસંતભાઇ કોડરાણી, ડેનીભાઇ શાહ, મ્યાઝરભાઇ છાંગા, મશરૂભાઇ રબારી, કાનજીભાઇ આહિર તથા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઇ, સિવિલ સર્જનશ્રી ડો. કશ્યપ બુચ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.