વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લામાં છ તાલુકામાં નવા ડાયાલિસીસ વિભાગનું ઇ- લોકાર્પણ કર્યું

0
21

કૅન્સરપીડિત દર્દીઓ માટે કિમોથેરાપીના બે કેન્દ્રનું ઈ- લોકાર્પણ

નરેન્દ્રભાઇ મોદીના હસ્તે “વન ગુજરાત-વન ડાયાલિસીસ સેન્ટર”નો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતેથી રૂ. ૬૬ કરોડના ખર્ચે શુંભારભ કરાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના છ તાલુકાના ડાયાલિસીસ વિભાગનો પણ સમાવેશ થાય છે. જેમાં રાપર, ભચાઉ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા ખાતે દર્દીઓને તેમના જ તાલુકાના સારવાર મળી રહેશે. ગાંધીધામ ભુજ અને માંડવી ખાતે આ વિભાગ પહેલે થી જ કાર્યરત કરાયેલ છે.

આ તકે કેન્સર પિડીત દર્દીઓ માટે પણ કીમોથેરાપીના જિલ્લામાં બે નવા કેન્દ્રો ગાંધીધામ અને ભુજ ખાતે શુભારંભ કરવામાં આવેલ છે

સરકારી હોસ્પિટલ, ગાંધીધામ ખાતે ડાયલિસીસ સેન્ટરમાં દર્દીઓને જે સારવાર મળે છે તેનું “વન વે ટેલિકાસ્ટ” દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિહાળ્યુ હતું.

આ તકે ઇન્ચાર્જ અધિક્ષકશ્રી ડો.હરીશભાઈ મટાણી, સ્ટાફ નર્સ, કીમો થેરાપીની તાલીમ લીધેલ સ્ટાફ, ડાયાલિસીસ સ્ટાફ તેમજ અન્ય તબીબો હાજર રહ્યાં હતાં.