ગાંધીધામમાં રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાની તૈયારીઓ પૂર્ણતાના આરે

0
34

૪૫૦થી વધુ નામાંકિત અને ઉભરતા સીતારાઓ અજમાવશે પોતાનું ભાગ્ય : ૨ નેશનલ, ૪ સ્ટેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કેડીબીએની ટીમ કરી ચુકી છે

ગાંધીધામ : આગામી તા. ૧ર ઓકટોબરથી તા. ૧૭મી ઓકટોબર સુધી ચાલનારી યોનેક્ક્ષ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ – ર૦રરની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. સવા બે લાખ રૂપિયાની માતબર પ્રાઈઝમની ધરાવતી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૪૫૦ જેટલા નામાંકિત અને ઉભરતા ખેલાડીઓ ભાગ લેશે.

ડીપીટી ચેરમેન સંજય મહેતાના હસ્તે તા. ૧રના આ સ્પર્ધાને ખુલ્લી મુકાશે. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા ટેલવાણી, નંદીશ સુકલા(ડેપ્યુટી ચેરમેન – ડીપીટી), તુલસી સુઝાન, મહેશભાઈ ગુપ્તા, સમીર ગર્ગ,અજય નાયર વિગેરે ઉપસ્થિત રહેશે. છ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યના નામાંકિત બેડમિન્ટન ખેલાડીઓ ભાષ્યા પાઠક, તનીષ ચોક્સી, દર્પણ સાને, રોડરીક, રૂદ્ર ચૌહાણ, મુદિત જૈન, અનરી કોટક, આયતી દુબે, રીતુજા કુલકર્ણી સાથે નવા ઉભરતા સીતારાઓ પોતાનું ભાગ્ય અજમાવશે.

સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ ઉપરાંત પૂર્વાચંલ લેમિનેટસ, પ્રાઈમ ફોરવર્ડ, તેજમલભાઈ એન્ડ કંપની, ડો. સિદ્ધાર્થ પટેલ, સત્યમ શિપિંગ સર્વિસીસ પ્રા.લિ., વેલોરા પ્લાયવુડ પ્રા.લિ., સુનિલ નિજવાણી, શ્રીરામ સોલ્ટ કેમફુડ, જે.આર. રોડલાઈન્સ, સમીર ગર્ગ, મયંક પરીખ (કાકુભાઈ પરીખ સ્કુલ), એસીટી, કિરણ રીશી શીપીંગ, મીનાક્ષી હેન્ડલીંગ, દક્ષ એન્ડ પુજા ઈલેકટ્રીક્લ્સ,કાર શ્રીંગાર, વીનવીન મેરિટાઈમ લિમિટેડ, જી.એચ. લોજીસ્ટીક, રિશિ શિપિંગ ઈન્ડિયા પ્રા.લિ. અને અન્ય ભામાષાઓ સહયોગી બનશે.

મુખ્ફ રેફરી નિકુંજ પરમાર (આણંદ), ડેપ્યુટી રેફરી હર્ષ જે. સહાલ (ભુજ)ની સાથે અમ્પાયર તરીકે ભાવેશ મોઢ (વલસાડ), તારામતી પરમાર (અમદાવાદ), શશાંક રોશાહી (અમદાવાદ), કિશન પંડ્યા (અમરેલી), ક્રિષ્ન નાયર (આણંદ), સાગર સત્યગુરૂ (આણંદ), પાર્થ હિરાણી (ભુજ), ભગીરથ પરમાર (ભુજ) અને જીગ્નેશ જેઠવા (ભુજ) પોતાની સેવાઓ આપશે. સ્પર્ધાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સ્થાનિક ખેલરસીકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.