ભુજમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય કન્યા છાત્રાલયના ઉદ્દઘાટનની તૈયારીઓને અપાતો આખરી ઓપ

0
50

આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ રહેશે ઉપસ્થિત : જયનગર ખાતે વિશાળ ડોમ તેમજ અન્ય કામગીરીનું કરાયું નિરીક્ષણ

ભુજ : શહેરના ભુજ – મિરજાપર હાઈવે પાસે જયનગર ખાતે કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ સંચાલિત સ્વ. નોંઘુભા વેલુભા જાડેજા કન્યા છાત્રાલય તથા બા શ્રી સુરજબા નોંઘુભા જાડેજા કન્યા વિદ્યાલયનું આવતી કાલે તા.ર૦-૧૦ના ગુરૂવારે કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય દાતા અનિરૂદ્ધસિંહ નોંઘુભા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકાર્પણ સ્થળે વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે. તે ડોમની કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, મહિદીપસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા સહિતનાઓએ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


ર૦૦૮-૦૯માં કન્યા છાત્રાલય તથા કન્યા વિદ્યાલય બનાવવા માટે નેમ વ્યક્ત કરાઈ હતી, જેના માટે સમગ્ર કચ્છના ગામડાઓમાંથી ભાયાતો દ્વારા ફંડ આપવામાં આવ્યું છે, ગુરૂવારે સવારે પ્રથમ હોમહવન, ત્યારબાદ બાલિકા પૂજન, ઉદ્દઘાટન, મુખ્ય દાતાની પ્રતિમાના અનાવરણ બાદ સન્માન સમારોહ જયનગર ખાતે યોજાશે. આવતી કાલે લોકાર્પણ થનારા કન્યા છાત્રાલય તેમજ વિદ્યાલયના સમારંભમાં ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત મુક્તાનંદજી બાપુ, ખાનાય જાગીરના સંત મેઘરાજજી દાદા, લીફરી જાગીર સંસ્કારધામ હરીસિંહ દાદા, રવીભાણ આશ્રમ નિગરીયાના સંત કલ્યાણદાસજી બાપુ, પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત પુરસોત્તમગિરિજી, મોગલધામ કબરાઉના સંત સામતભા બાપુ, ડુંગરશી ભગત આશ્રમના સંત જગજીવનદાસજી બાપુ, મંજલના દેવમાંશ્રી, દેવીબા માતાજી, પૂ.બાબાશ્રી મૃદુલાબા, કૈલાશ ગુફાના અદ્વૈતતગિરિજી માતા, પૂ. આશાામાં માતાજી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે તથા સમાજના મુખ્ય મહેમાનોમાં મહારાણી પ્રીતિદેવી, પ્રદીપસિંહ વાઘેલા, હનુવંતસિંહજી, કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ઈન્દ્રવિજયસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા અને અશોકસિંહ પરમાર સહિતના સમાજના અગ્રણીઓ મોવડીઓ ઉપસ્થિત રહેશે.