કચ્છ મરીન સેકટરના અધિ./કર્મ.ઓની નોખાણીયા બટ ખાતે પ્રેકટીસ યોજાશે

0
30

ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ બટ પર તા.૨૦/૧૧/૨૦૨૨ સુધી મરીન ટાસ્ક ફોર્સના તાબા હેઠળના કચ્છ મરીન સેકટર કમાન્ડરશ્રી ગાંધીધામ, મરીન સેકટર લીડર, કોટેશ્વર/જખૌ/માંડવીના અધિ./કર્મ.શ્રીઓની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જેતે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેષ પંડયા દ્વારા જણાવાયું છે.