પ્રદુષણ બોર્ડની પોલમપોલ : માંડવીમાં મોતા માઈન્સની લોક સુનાવણીમાં ચલકચલાણા સામે જનાક્રોશ ભભૂક્યો

0
26

મોતા માઈન્સની સુનાવણી એક વખત રદ થયા બાદ પ્રજાજનો-સ્થાનિક અસરગ્રસ્તોના વાંધાઓ સાંભળવાના બદલે સાઈડ પર અંતરિયાળ વીસ્તારમાં લોકસુનાવણી રાખવામાં આવતા ઉપસ્થિત લોકોએ બોલાવ્યો હુરીયો : અધિકારીઓએ સ્થળ મુકીને નાશી છુટવાની આવી નોબત : જીપીસીબી તો ખુલ્લીને કહે છે કે, અમને વ્યહવારો મળી જાય છે, તમારે જે વાંધાઓ રજુ કરવા હોય તે ઈમેલ કરજો, કચેરીએ આવજો
અમે બધુ જ કાયદેસરનું કામ કરીએ છીએ, કંઈ ખોટુ નથી, સુનાવણી રદ થઈ કે માન્ય રહી, તે બાબતે અમને કંઈ જ ખબર નથી, તંત્ર જાણ કરશે તે બાદ ખ્યાલ આવશે : ટિલેશભાઈ(મોતા માઈન્સ-પુનડી-માંડવી)

ગાંધીધામ : કચ્છમાં કાર્યરત રહેતા એકમો સ્થાનિક ગ્રામીણ જનજીવનનુ દોહન કરી માત્ર અને માત્ર ખુદના જ ગજવા ગરમ કરવા મથી રહ્યા હોય તેવી ઘટનાઓ બની રહી છે અને વધુમાં આવા એકમો પર લગામ કસવાની જેમની જવાબદારી છે તેવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ પ્રજાજનો, પર્યાવરણ, સરકારના હીતમાં તટસ્થ અને કડક કાર્યવાહી કરવાના બદલે જે-તે એકમોની તરફેણમાં વધારે વર્તી રહ્યા હોય તેવો લોકરોષ એક પછી એક લોકસુનાવણીઓની સામે ભુભકતો જોવાઈ રહ્યો છે.દરમ્યાન જ માંડવીના પુનડી-ફરાદી પટ્ટામાં આવનારી મોતા માઈન્સ કંપનીની તાજેતરમાં જ જીપીસીબી એકમ દ્વારા લોકસુનાવણી રાખવામં આવી હતી પરંતુ આ લોકસુનાવણીમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકોના વાંધા-સૂચનો સાંભળવાના બદલે તેમને વધારે નજરઅંદાજ કરી અને તેઓ ઉપસ્થિત જ ન રહી શકે તેવી રીતે માઈન્સની સાઈટ પર હીયરીંગ ગોઠવતા ભોગગ્રસ્તોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો હતો અને તેઓએ સાઈટ પર યોજાયેલી સુનાવણીનો વિરોધ કરતા અધિકારીઓને પણ અહીથી પાગવાની નોબત આવી હોવાની સ્થિતી સર્જાઈ હતી. અહી સવાલ થાય છે કે, આવી માઈન્સની કંપનીઓ એવા તો કયા પ્રકારના નિતિનિયમોને નેવે મુકીને કામ કરી રહ્યા છે કે, સ્થાનિક લોકોની સુનાવણીમાં બાદબાકી જ કરી રહ્યા છે? કેમ સ્થાનિક લોકોના વાંધા-વચકા સાંભળવામાં ન આવ્યા? આ ઉપરાંત જીપીસીબી એકમ પણ કેમ સ્થાનિક લોકોને રજુઆત કરવી હોય તો ઈમેઈલ મોકલી આપજો, કચેરીએ આવજો, પત્રો લખજો તેમ કહેવામાં આવ્યુ..? બીજીતરફ આ બાબતે મોતા માઈન્સના ટીલેશભાઈની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમે તો બધુ જ કાયદસરનું કામ કરી રહ્યા છીએ. અમારૂ કંઈ જ ખોટુ નથી.ગ્રામજનોએ અગાઉ છ તારીખની સુનાવણીનું સ્થળ કેન્સલ કરાવ્યુ હતુ તેથી અધિકારી-વહીવટીતંત્રએ અમને સાઈડ પર સુનાવણીનુ જણાવ્યુ હતુ. સાઈટ પર જે દીવસે સુનાવણી હતી તે શરૂ થાય એ પહેલા જ કેટલાક લોકોએ આવી અને ઉગ્ર વીરોધી કરી અને સુનાવણી જ બંધ કરાવી દીધી હતી. તે બાદ હવે તંત્ર તરફથી અમને આગળની કાર્યવાહીની કોઈ જ જાણ કરવામાં આવી નથી એથીય વિશેષ હું કંઈ પણ કહી નહીં શકુ.